Home /News /gujarat /

Cattle control laws: માલધારી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરાતા રખડતાં ઢોર નિયંત્રણનો કાયદો પરત ખેંચાશે

Cattle control laws: માલધારી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરાતા રખડતાં ઢોર નિયંત્રણનો કાયદો પરત ખેંચાશે

માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરાતા આ કાયદાને પરત ખેંચવાનો વારો આવ્યો છે.

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર (Budget Session of Gujarat Legislative Assembly)ના છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ વિધેયક (Cattle control laws) પસાર થયો હતો. જેમા ઢોર રાખનારને લાયસન્સ લેવું પડે અને કાયદાના ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈ જેવા મુદ્દાઓને લઇને માલધારી સમાજ (Maldhari samaj) સાધુસંતો અને કોંગ્રેસે આ વિધેયકનો સખત વિરોધ કર્યો હતો. તેમજ કાયદાના વિરોધમાં આજે કમલમ ખાતે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil)ને માલધારી સમાજે આવેદન પત્ર આપ્યું હતું.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર (Budget Session of Gujarat Legislative Assembly)ના છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ વિધેયક (Cattle control laws) પસાર થયો હતો. જેમા ઢોર રાખનારને લાયસન્સ લેવું પડે અને કાયદાના ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈ જેવા મુદ્દાઓને લઇને માલધારી સમાજ (Maldhari samaj) સાધુસંતો અને કોંગ્રેસે આ વિધેયકનો સખત વિરોધ કર્યો હતો. તેમજ કાયદાના વિરોધમાં આજે કમલમ ખાતે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C.R. Patil)ને માલધારી સમાજે આવેદન પત્ર આપ્યું હતું. જો કે આવેદન બાદ કાયદા અંગે રજૂઆતની ખાતરી આપતા પાટીલે જણાવ્યું હતું કે,આ વિધેયકમાં ઢોર રાખવા લાયસન્સની જોગવાઈ જ ખોટી છે. કેમ કે ગુજરાતમાં ઘરે-ઘરે ઢોર પળાય છે. કેટલે પહોંચી વળીશુ? જે માટે  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ રજૂઆતને યોગ્ય ગણાવી હતી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી માલધારી સમાજના આગેવાનો અને સંતો મુખ્યપ્રધાનને આવેદન આપવા નીકળ્યા હતા.

ગુજરાત રાજ્ય સરકાર (Gujarat Government)ને હાઇકોર્ટે આપેલ નિર્દેશ “રાજય સરકારે રખડતા ઢોરના પ્રશ્નના કાયમી નિરાકરણ માટેનો ઉપાય શોધવો જોઇએ અને આ બાબતે યોગ્ય કાયદો ઘડવા માટેની વિચારણા કરવી જોઇએ.” ને ધ્યાને લેતા રાજ્યના શહેરી વિસ્તારોમાંથી રખડતા ઢોરના ત્રાસથી રાજ્યના નાગરિકોને મુક્ત કરાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે આ પ્રશ્નના મક્કમતાથી નિરાકરણ માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં નામદાર હાઇકોર્ટ્ના નિર્દેશ મુજબ, ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક, 2022 તૈયાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકમાં કુલ 07 પ્રકરણો સાથે કલમ 1 થી 30 અને એક અનુસૂચિ છે. આ અધિનિયમ જે તારીખે અમલમાં આવે તે તારીખથી ત્રણ મહિનાની મુદત પૂરી થયા પછી કોઇ પણ વ્યકિત તે વિસ્તાર અથવા તેના ભાગમાં કોઇ પણ ઢોર લાયસન્સ વગર રાખી શકશે નહીં અથવા રખાવી શકશે નહીં.

આ પણ વાંચો- Ahmedabad News: વિકાસની હરણફાળ ભરશે અમદાવાદ, શહેરના વિકાસ માટે વર્લ્ડ બેંક આપશે 3 હજાર કરોડની લોન

આ અધિનિયમના આરંભની તારીખથી અથવા કોઇ પણ વ્યકિત ઢોર મેળવે તે તારીખથી 90 દિવસની અંદર વ્યક્તિએ લાઇસન્સ મેળવવાની અરજી કરવાની જોગવાઇ છે. લાઇસન્સ રિન્યુ કરવા લાઇસન્સ પુરું થાય તે પહેલાં 60 દિવસની અંદર અરજી કરવાની રહેશે. લાઇસન્સ કરતી અરજીમાં દરેક વ્યકિતએ તેમાં રાખવાના ઢોરની સંખ્યા જણાવવાની રહેશે. ઢોર રાખવાની જગ્યા અને વિસ્તાર દર્શાવતી સૂચક રૂપરેખા પણ જોડવાની રહેશે. દસ્તાવેજની ફી સાથે અરજી મળેથી લાઈસન્સ અધિકારી લાઇસન્સ કાઢી આપશે અથવા રિન્યુ કરી આપશે. લાઈસન્સ મળ્યા બાદ 15 દિવસની અંદર ઢોરને ટેગ કરવાની રહેશે. શહેરી વિસ્તારમાં સ્થાનિક સતામંડળ દ્વારા નિર્ધારીત કરેલ સમય દરમિયાન અને નિયત કરેલ વિસ્તારમાં જ ઘાસચારો વેચી શકાશે. પ્રતિબંધિત વિસ્તારોમાં ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં. લાઈસન્સ ધારકે લાઈસન્સની વિગતોમાં ફેરફાર થયાની જાણ નિયત સમયગાળામાં કરવાની રહેશે. ઢોરના મડદાના સલામત નિકાલ બાબતે માર્ગદર્શક સૂચનાઓની જોગવાઈ કરવામાં આવી છે.

જેમાં ઢોરને બાળવા બાબતે, ઢોરના મડદાના ઉપયોગ માટેના પ્લાન્ટ ઉભા કરવા બાબતે, ઊંડી દફન ક્રિયા બાબતેની જુદી જુદી જોગવાઈઓ છે. ચેપી રોગથી મૃત્યુ પામેલ ઢોરને માત્ર બાળવાની જોગવાઈ છે. સ્થાનિકમંડળ કામચલાઉ ઢોરની કોઢ વિકસાવવા વિસ્તારો મુકરર કરી શકશે તેમજ સરકાર, સમાજ, ખાનગી સંસ્થા, ટ્રસ્ટ, મંડળો, વગેરેની મદદથી કામચલાઉ ઢોરની કોઢ બાંધવા અને તેના નિભાવ માટે વ્યવસ્થાઓ કરશે. લાઈસન્સ આપનાર અધિકારી અથવા ઈન્સપેક્ટરના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ હુકમ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર અપીલ સત્તામંડળને અપીલ કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો- corona Update: રાજ્યના 31 જિલ્લા-5 મહાનગરોમાં કોરોનાનો સફાયો, 'વેન્ટિલેટર મુક્ત' થયું ગુજરાત

જો અપીલ સત્તામંડળને યોગ્ય કારણો લાગે તો ત્રીસ દિવસની મુદ્ત પૂર્ણ થયા બાદ પણ અપીલ સ્વીકારી શકશે. અપીલ સત્તામંડળ જરુરી તપાસ કર્યા બાદ અને અપીલ કરનારને સુનાવણીની વાજબી તક આપ્યા બાદ પોતાને યોગ્ય લાગે તેવા હુકમ કરવાની જોગવાઈ છે. અપીલ કરવામાં આવી હોય ત્યારે અપીલ સત્તામંડળ યોગ્ય ગણે તેવા સમયગાળા માટે અને તેવી બોલીઓ અને શરતો મુજબ લાઈસન્સ આપનાર અધિકારીના હુકમનો અમલ રોકી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ અધિનિયમની જોગવાઈઓ તેની અનુસૂચિમાં દર્શાવ્યા મુજબના પ્રાણીઓ જેવા કે, ભેંસ, ગાય, વાછરડી (વોડકી), વાછરડા, આખલા (સાંઢ), ગાયનું વાછરડું, ભેંસનું વાછરડું, બળદ, બકરાં, ઘેટાં, ગધેડાંને લાગુ પડશે.મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરી જનોને મુક્ત કરવા આ વિધેયક અસરકારક સાબિત થશે. આ અધિનિયમમાં શહેરીજનો પણ સુરક્ષિત રહે અને ગાયમાતા પણ સ્વસ્થ અને સુરક્ષિત રહે તેનું ધ્યાન રખાયું છે. વિધાનસભા ખાતે ગુજરાત રાજયના શહેરી વિસ્તારોમાં દિન પ્રતિદિન વધતા જતા પશુઓના ત્રાસને અટકાવવા માટેનુ  ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર) બાબત વિધેયક - 2022 મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ હવે માલધારી સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરાતા આ કાયદાને પરત ખેંચવાનો વારો આવ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, CR Patil, Gujarat Legislative Assembly, Gujarati news, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन