Home /News /gujarat /ગંગુબાઈ જેવી ભળતી કહાની અમદાવાદ પોલીસનાં ચોપડે નોંધાઈ - સગીરા કારમાં દારૂના જથ્થા સાથે પકડાઈ

ગંગુબાઈ જેવી ભળતી કહાની અમદાવાદ પોલીસનાં ચોપડે નોંધાઈ - સગીરા કારમાં દારૂના જથ્થા સાથે પકડાઈ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime: ઝોન 5 સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી કરનાર ગાડી લઈને પસાર થવાના છે. જે નંબરનાં આધારે ઓઢવ આદિનાથ નગરની એક સોસાયટી પાસે ટીમ પહોંચી હતી. બાતમી પણ એવી હતી કે કોઈ યુવતી દારૂની હેરાફેરી કરવાની છે જેથી ઓઢવ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ અને મહિલા પોલીસકર્મીનો સ્ટાફ પણ બોલવાઈ લેવાયો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં એક કારમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસ બાતમી વાળી જગ્યા પર પહોંચી તો કારમાં દારૂનો જથ્થો રાખનાર એક સગીરા ઝડપાઇ ગઈ હતી. જે સગીરા પાસેથી દારૂનો માલ તો પોલીસે કબ્જે કર્યો પણ તેની પૂછપરછમાં સામે આવ્યું કે તેણી જે મકાનમાં ઘરઘાટી તરીકે કામ કરતી હતી તે મહિલા અને તેની પુત્રી સહિત ત્રણ લોકો આ માલ લાવ્યા હતા અને તેને છૂટક વેચાણ કરવાનું કામ સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે તાજેતરમાં થિયેટરના પડદા પર ગંગુબાઈ ફિલ્મ ખૂબ ચાલી હતી. જેમાં ગંગુબાઈને પૈસાની જરૂર પડતા તે દારૂનો જથ્થો તેના કોઠા પર રાખવા લાગી અને વેચાણ કરવા લાગી હતી. અમદાવાદ પોલીસે કરેલા કેસમાં પણ આવી જ ભળતી કહાની જોવા મળી રહી છે જેમાં એક સગીરા જ કારમાં દારૂનો જથ્થો રાખતા પકડાઈ ગઈ છે.

ઝોન 5 સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી કરનાર ગાડી લઈને પસાર થવાના છે. જે નંબરનાં આધારે ઓઢવ આદિનાથ નગરની એક સોસાયટી પાસે ટીમ પહોંચી હતી. બાતમી પણ એવી હતી કે કોઈ યુવતી દારૂની હેરાફેરી કરવાની છે જેથી ઓઢવ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ અને મહિલા પોલીસકર્મીનો સ્ટાફ પણ બોલવાઈ લેવાયો હતો. બાતમી વાળી જગ્યા પર પોલીસ પહોંચી તો ત્યાં અલ્ટો કારમાં દારૂનો જથ્થો ભરી એક માલ સગીરા સગેવગે કરવા નીકળતી હતી.

આ પણ વાંચો-અમદાવાદ: પત્નીને માર્યો સાણસી માર, જે બાઈનાં પતિ સાથે તારે આડા સંબંધ છે તેની સાથે કેમ ઉભી હતી?

જેથી પોલીસે તે સગીરાને પકડી તેના માતા પિતા તે જ સ્થળ પર રહેતા હોવાથી તેઓને બોલાવી જાણ કરી હતી. આ સગીરાને બાદમાં અલાયદી જગ્યાએ વુમન પોલીસ સ્ટાફ સાથે લઈ જવાઈ અને બાદમાં તેની કારની તપાસ કરતા 3 પેટી દારૂની અને 46 બોટલનો જથ્થો પણ મળી આવ્યો હતો.

બાદમાં સગીરાની પૂછપરછ કરતા આ જથ્થો તે ગીતાબા સોલંકી તથા તેમની દીકરી તથા ભાઈ નિસર્ગ ઉર્ફે ભગો લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સગીરા ગીતાબાનાં મકાનમાં જ ઘરઘાટી તરીકે નોકરી કરે છે અને આ દારૂનાં જથ્થાનું ધ્યાન રાખવા તથા તેને છૂટક વેચાણ કરવા રાખી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે સગીરા સામે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જે બાબતે ઝોન 5 સ્ક્વોડ એ ઓઢવ પોલીસસ્ટેશન માં ફરીયાદ નોંધાવતા ઓઢવ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad police, Gangubai, Quantity Alcohol