Home /News /gujarat /Borsad News: બોરસદમાં મોડી રાતે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, પોલીસકર્મીને છરી વાગતા હાલત ગંભીર
Borsad News: બોરસદમાં મોડી રાતે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, પોલીસકર્મીને છરી વાગતા હાલત ગંભીર
બોરસદમાં પથ્થરમારો
Gujarat latest news: તોફાની ટોળાએ શહેરના દેરાસર પાસે લગાવેલા CCTVને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ. વિવાદ વકરતા એસ.આર.પીની બે કંપનીને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવી છે.
આણંદ: બોરસદમાં (Borsad) શનિવારે મોડી રાત્રીના એક વાગ્યાની આસપાસ બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો (stone pelting) થયો હતો. જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. આ પથ્થરમારો આશરે બે કલાક જેટલો ચાલ્યો હતો. આ પથ્થરમારાની સ્થિતને નિયંત્રણમાં લેવા માટે સ્થાનિક પોલીસ દ્વારા 50 ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. આ સાથે 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કર્યું હતુ. આ બબાલ દરમિયાન એક પોલીસ કર્મીને પેટમાં છરી વાગતા ગંભીર ઇજા પણ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે વડોદરાની (Vadodara) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે કોમ વચ્ચે પથ્થરમારો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં બે કોમ વચ્ચે ભારે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પાથી હુમલો થયો હતો જે બાદ વિવાદ વકર્યો હતો. જે બાદ Sp DySp સહિત સ્થાનિક પોલીસની ટુકડીઓ બોરસદમાં ખાબકી દેવામાં આવી હતી. તોફાની ટોળાએ શહેરના દેરાસર પાસે લગાવેલા CCTVને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ.
ઘટનાસ્થળની તસવીર
વિવાદ વકરતા એસ.આર.પીની બે કંપનીને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવી છે. આ અચાનક થયેલી બબાલ બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, આ પથ્થરમારો પૂર્વ આયોજિત હતો.
પોલીસે સમજાવતા વિવાદ વધુ વકર્યો
પોલીસ તારીખ 11-06-2022ના રોજ રાત્રીના સડા નવ વાગ્યાની આસપાસ શહેરમાં એક ધાર્મિક સ્થળ છે જેની બહાર એક વિવાદીત પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં અન્ય ધાર્મિક સમુદાયના લોકો ઈંટો નાંખતા હતા. જે બાબતે બંને કોમના લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ સ્થાનિક પોલીસના માણસોએ બંને કોમના લોકોને સમજાવ્યું હતુ કે, આ વિવાદિત પ્લોટ છે તેના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી શાંતિ જાળવો. આ સાથે નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમે પણ બંને કોમના લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક કોમના લોકોએ અન્ય કોમના લોકો પર માથાકૂટ અને ઝઘડો કર્યો હતો.
ઘટનાસ્થળની તસવીર
જે બાદ લોકોના ટોળેટોળા સામસામે આવી ગયા હતા જેમને વિખેરવા માટે પોલીસે 50 જેટલા ટિયરગેસ છોડવા પડ્યા હતા અને સાથે 30 જેટલી રબર બુલેટનું ફાયરિંગ પણ કર્યું હતુ. હાલ સ્થિતિ કાબુમાં છે. બે એસ.આર.પીની ટુકડીઓને પણ તહેનાત કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, રામનવમીના (Ram Navami 2022) દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કોમી છમકલા થયા હતા. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે (Gujarat police) મોટા ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. જે બાદ આ કેસમાં ત્રણ મૌલવીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.