Home /News /gujarat /

સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકાર્પણઃ મોદીના પોસ્ટર સાચવવા પોલીસ ગોઠવવી પડી!

સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકાર્પણઃ મોદીના પોસ્ટર સાચવવા પોલીસ ગોઠવવી પડી!

એકતા યાત્રાનું તોડી નાખવામાં આવેલું પોસ્ટર, જમણે પોસ્ટરનો પહેરો કરી રહેલા કોન્સ્ટેબલ

લોકચર્ચા જાગી છે કે શું બીજેપી સરકારના આવા ખરાબ દિવસો આવી ગયા છે કે પોસ્ટર્સ સાચવવા પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે!?

    ન્યૂઝ18 ગુજરાતી: 31મી ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે યોજાનાર કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. સ્થાનિક આદિવાસીઓના વિરોધ વચ્ચે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજય રૂપાણી સરકાર જમીન અને આસમાન એક કરી રહી છે. બીજી તરફ આદિવાસીઓનો વિરોધ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. 31મી તારીખે આદિવાસીઓએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં આ દિવસે ઘરનો ચુલો નહીં સળગાવવાનો નિર્ણય કરવમાં આવ્યો છે. આ વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આદિવાસી વિસ્તારોમાં પોસ્ટર્સ ફાડી નાખવાની ઘટના બાદ જ્યાં જ્યાં પોસ્ટર્સ લાગ્યા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે પોલીસ કોન્સ્ટેબલ એક પોસ્ટર પાસે તહેનાત છે.

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને લઈને સરકારે ઠેરઠેર પોસ્ટર્સ અને બેનર્સ લગાવ્યા છે. જોકે, છેલ્લા થોડા સમયથી આ પોસ્ટર્સ પર કાળી શાહી ફેંકવામાં આવી રહી છે તો ક્યાંક આ પોસ્ટર્સને ફાડી નાખવમાં આવી રહ્યા છે. આથી હવે સરકારે નાલેશી ટાળવા માટે નર્મદામાં પોસ્ટર્સ લગાવ્યા હોય ત્યાં બે-બે પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દીધા છે. સરકારના આ પગલાંથી એવી લોકચર્ચા જાગી છે કે શું બીજેપી સરકારના આવા ખરાબ દિવસો આવી ગયા છે કે પોસ્ટર્સ સાચવવા પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે!?

    શનિવારે આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ કહ્યુ કે, "સરકારે આદિવાસી સમાજની જમીન છીનવી લીધી હોવાથી તેઓ ખૂબ નારાજ છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને લાગેલા પોસ્ટર્સને ફાડી નાખવામાં આવ્યા બાદ અધિકારીઓએ નવા પોસ્ટર્સ લગાવી દીધા છે. એટલું જ નહીં જ્યાં જ્યાં પોસ્ટર્સ લાગ્યા છે ત્યાં પોલીસ પહેરો પણ મૂકી દેવામાં આવ્યો છે. આવું કદાચ પ્રથમવાર બની રહ્યું છે જ્યારે પોસ્ટર્સની સુરક્ષા માટે પોલીસ ગોઠવવામાં આવી હોય."

    એકતા યાત્રાના પોસ્ટર્સ પર કાળી શાહી

    સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા ગુજરાતમાં ઠેર ઠેર એકતા યાત્રા કાઢવામાં આવી છે. આ માટે ઠેર ઠેર મોદી, વિજય રૂપાણી અને નીતિન પટેલની તસવીરો સાથેના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પર કાળી શાહી લગાવી દેવાની પણ અનેક ઘટનાઓ છેલ્લા અઠવાડિયાથી સામે આવી છે. બીજી તરફ એકતા યાત્રામાં પાંખી હાજરીને કારણે સરકાર ભીંસમાં મૂકાઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Sardar Patel, Statue of unity, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन