Home /News /gujarat /રાજ્ય માનવઅધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંકનો મામલો, HCમાં રાજ્ય સરકારની રજૂઆત

રાજ્ય માનવઅધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંકનો મામલો, HCમાં રાજ્ય સરકારની રજૂઆત

રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંક ન કરવાના મુદ્દા પર થયેલી અરજીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંક ન કરવાના મુદ્દા પર થયેલી અરજીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંક ન કરવાના મુદ્દા પર થયેલી અરજીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષ માટેના સંભવિત નામની યાદી રાજ્યપાલને મોકલી આપવામાં આવી છે. આ નામમાંથી રાજ્યપાલ રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષનું નામ નક્કી કરશે. હવે આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષ વર્ષ 2015માં નિવૃત્ત થયા છે અને ત્યાર બાદ, આ પદ માટે કોઈની નિમણૂંક થઈ નથી. હાલ, ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સુધીર સિંહા માનવ અધિકાર પંચના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યાં છે. સામાન્ય રીતે, જ્યુડિશરીની પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિની આ પદ માટે નિમણૂંક થવી જોઈએ.
First published:

Tags: અધ્યક્ષ, અરજી, રાજ્ય, હાઇકોર્ટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन