મયુર માકડિયા, અમદાવાદઃ વિધાનસભા સત્ર દરમિયાન વિવિધ ધારાસભ્યોએ પૂછેલા સવાલોના રાજ્ય સરકારના જે તે ખાતાના મંત્રીઓએ જવાબ રજૂ કર્યા હતા, જે અંતર્ગત રાજ્યભરમાં એક વર્ષ માં 1,20,36,951 ચોરસ મીટર જમીનમાં શરત ભંગના કિસ્સા નોંધાયા, માત્ર 48,49,625 ચોરસ મીટર સરકારી પડતર જમીનનો કબ્જો લેવાયોછે. તો 60% જમીનનો કબ્જો હજુ લેવાનો બાકી છે. અમદાવાદ,ડાંગ, દેવભૂમી દ્વારકા માં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં સરકારી ચોપડે 4,24,990 બેરોજગરો નોંધાયા છે.શિક્ષિત બેરોજગરોની સંખ્યા 4,2,391 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગરો 22,599 નોંધાયા છે. છેલ્લા બે વર્ષેમાં આ બેરોજગરોમાંથી 5,497 યુવકોને સરકારી નોકરી આપાઈ છે.વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા,અને મોરબી જિલ્લામાં એકપણ
બેરોજગાર ને સરકારી નોકરી પૂરી પડાઈ નથી.જ્યારે ડાંગ જિલ્લામાં એક, તાપી અને જામનગરમાં બે-બે લોકોને સરકારી નોકરી આપાઈ.
રાજ્યના 18 જિલ્લાઓમાં 2 વર્ષમાં મોટાપાયે સરકારી પડતર,ખરાબા તથા ગૌચર જમીનનું વેચાણ તથા ભાડા પટ્ટ હોવાની માહિતી બહાર આવી. 13,43,71,401 ચોરસ મીટર પહોંચ્યો. આ પ્રકારની જમીનનો આંકડો ગૌચરની જમીનમાં થઈ રહ્યો છે ઘટાડો. કોર્ટમાં આદેશ છતાં પણ ગોચરની જમીન વેચાણનો કોંગ્રેસનો આક્ષેપ.
ગાંધીનગર વિધાનસભા પ્રશ્નોત્તરીમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો પ્રશ્ન કર્યો કે અમદાવાદ શહેરના કોઈપણ સ્થળનો પવિત્ર યાત્રાધામ તરીકે સમાવેશ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.સરકારે જવાબમાં જણાવ્યું કે 31 મે, 2019ની સ્થિતિએ અમદાવાદ શહેરના કોઈ પણ સ્થળોનો પવિત્ર યાત્રાધામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો નથી.
જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો કે જુનાગઢ ગીરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવાને એક વર્ષ થયુ હોવા છતાં સરકારે નથી ફાળવી કોઈ રકમ. ઓથોરિટીનું કામ ગીરનાર રોપ વે અને પગથિયા રીનોવેશનની કામગીરી પ્રેરિત લગતા નિર્ણય લેવા તેમજ વિકાસ અંગેની દરખાસ્ત સરકારને કરવાનુ છે.
ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નનો સરકારે જવાબ આપતા જણાવ્યું કે મીઠાપુર ખાતેની ટાટા કેમિકલ્સને ફાળવવામાં આવેલી જમીન શરતભંગ હોવાનુ બહાર આવ્યુ.મે 2019માં આ મામલે આસીસ્ટન્ટ સોલ્ટ કમિશનર જામનગરને તપાસ કરવા કરાયા હતાઆદેશ. જો કે હજુ સુધી આ અંગેનો રીપોર્ટ રાજ્ય સરકારનૈ મળ્યો ન હોવાની સરકારની કબૂલાત.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના પ્રશ્નમાં સરકારનો ઉત્તર. ગટર સફાઈ કરતા કામદારોના મૃત્યુ થયા હોવાનું સરકારે સ્વીકાર્યું.સુરત અને રાજકોટમાં છેલ્લા બે વર્ષમાં 3 કામદારોના સફાઈ કરતા મૃત્યુ થયા.ગટર સફાઈ દરમિયાન થયેલા મૃત્યુ અંગે દોષિતો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યા હોવાનું સરકારે જણાવ્યું.
કોંગ્રેસના એમ એલ એ જસપાલ પઢીયારના સવાલ સામે સરકારે લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું કે વડોદરા જિલ્લામાં સ્થાનિકોને 85 ટકા રોજગારી આપવાના નિયમોનું કેન્દ્ર સરકાર હસ્તકની જ કમ્પનીઓ પાલન કરતી નથી. ઓએનજીસી મકરપુરા,ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રિફાઇનરી ડિવિઝનનો સમાવેશ એલ એન્ડ ટી કમ્પનીએ આપેલ માહિતી પ્રમાણે સ્થાનિકોની ટકાવારી જળવાઈ છે.
કેન્દ્ર સરકાર હસ્તકની કમ્પનીઓને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકોને 85 ટકાને રોજગારીનું પાલન કરવા સૂચના આપી છે. રાજ્યમાં કેન્દ્ર સરકાર હસ્તકની 26 કમ્પનીઓ એકમો પૈકી 19 એકમોમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનું પાલન થતું નથી.કચ્છમાં કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને અદાણી પાવર લિમિટેડ દ્વારા 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનું પાલન કરાતું નથી.
રાજ્ય સરકારની વહીવટી ક્ષતિના કારણે બિન અનામત અયોગ માટે ફાળવેલા બજેટનો ઉપયોગ ન થયો. છેલ્લા 2 વર્ષમાં 143.89 લાખની ફાળવણી કરાઈ, 88.33 લાખનો બજેટનો ઉપયોગ થયો. 55.56 લાખ બજેટની ફાળવણી જ ન થઈ.કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સહસોમાં કેન્દ્રીય ધોરણે ભરતી બદલી બઢતી થતી હોવાને લીધે 85 ટકા સ્થાનિકોની ટકાવારીનું પાલન થઈ શકતું નથી.
મેનેજરીયલ સુપરવાઈઝર કક્ષામાં અનુભવી સ્થાનિક ઉમેદવાર મળતા ન હોવાનું કારણ.રાજ્યના 18 જિલ્લા ન કુલ 15,94,,370 ખેતમજૂરો સરકારી ચોપડે નોંધાયા.છેલ્લા 2 વર્ષમાં 869 ખેતમજૂરોના અકસ્માતમાં થયા મૃત્યુ. જેની સામે રાજ્ય સરકારે 131 ખેત મજૂરોને આપી સહાય. સૌથી વધુ અમરેલી જિલ્લામાં ખેત મજૂરોનો અકસ્માતમાં થયા મૃત્યુ. જ્યારે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત મૃત્યુ માટે અપાઈ સહાય.