Home /News /gujarat /

ખરોડથી ગાંધીનગર સ્વાભિમાન યાત્રાઃરાજકીય ધમપછાડા વચ્ચે પાટીદારો પદયાત્રા યોજવા મક્કમ

અમદાવાદઃવિસનગરથી ઊંઝા અને ત્યારબાદ મહેસાણાથી ઊંઝા તેમજ બહુચરાજીથી ઊઝા એમ ત્રણ વાર ધાર્મિક માહોલમાં અનામતની માંગ સાથે પાટીદારોની પદયાત્રા નીકળી ચુકી છે. ત્યારે હવે રાજકીય ગરમાવા વચ્ચે અનામતની માંગ સાથે પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના વતન ખરોડથી ગાંધીનગર સુધી આગામી 30મી ઓગસ્ટે સવારે 8 વાગ્યે ખરોડથી પદયાત્રા યોજાવાની છે. ત્યારે આ પદયાત્રાને નિષ્ફળ બનાવવા અને રદ કરાવવા માટે રાજકીય નેતાઓના ધમપછાડા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિજાપુર પાસના કન્વીનર અભિક પટેલ સહિત પાટીદારોએ જણાવ્યું હજું કે આ પદયાત્રા સમાજની એકતા માટે તેમજ પાટીદાર પર થયેલા અત્યાચાર મુદ્દે ન્યાય મળે તે માટે રજૂઆત કરવા ગાંધીનગર પહોચવાના છીએ. અને અમે અનામત લઇને જ રહીશું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

વિજાપુર પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આ પાટીદાર સ્વાભિમાન પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે સ્વાભિમાન પદયાત્રાના બેનરો પણ ઠેર ઠેર લાગવી ગયા છે. અને તેમા જય સરદાર જય પાટીદાર સાથે જય શિવાજીના સ્લોગનો લખાયેલા છે. વિજાપુર પાસના કન્વીનર અભિક પટેલ સહિત પાટીદારો મંજૂરી મળે કે ન મળે પરંતુ સ્વાભિમાન યાત્રા કોઇપણ સંજોગોમાં યોજવા મક્કમ બન્યા છે. ત્યારે આગામી દિવસોમાં મામલો વધુ ગરમાય તેવું મનાઇ રહ્યું છે.
આનંદીબહેનના રાજીનામા પછી પણ પાટીદારોની અનામતની માંગ પર અડગ છે. ત્યારે આગામી સમયમાં ભાજપ અને વિજય રૂપાણી માટે પાટીદારો મુશ્કેલી ઉભી કરે તેવું પણ રાજકીય વર્તુળો માની રહ્યા છે. તેમજ 2017ની વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે ભાજપ પાટીદારોને મનાવવામાં વહેલી તકે સફળ નહી રહે તો 2017માં મોટુ નુકશાન થવાની સંભાવના પણ વર્તુળો લગાવી રહ્યા છે. પાટીદારો અત્યાર સુધી ભાજપના વોટ બેંક રહી છે. ત્યારે 20 વર્ષ બાદ પ્રથમ વખત ભાજપ માટે તેમની વોટબેંકને સાચવવામાં મુશ્કેલીઓ ઉભી થતા ભાજપ પણ ચિંતિત બન્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં કેવા સમીકરણો બને છે તેના પર સૌની નજર મંડરાયેલી છે.
જાણવા મળ્યા મુજબ જિલ્લાકક્ષાએથી પાટીદારોની સ્વાભિમાન પદયાત્રાને હજુ મંજુરી મળી ન હોવાથી પાટીદોરો યાત્રા યોજવા માટે હાઇકોર્ટમાં પહોચ્યા છે. જ્યાં આજે તેના પર સુનાવણી થવાની છે. સાંજે 4 કલાક સુધી હાઇકોર્ટમાં આ અંગે ચુકાદો આવે તેવી શક્યતાઓ પણ છે.
First published:

Tags: પાટીદાર આંદોલન, વિજાપુર, હાઇકોર્ટ

આગામી સમાચાર