અમદાવાદઃ પાટીદાર સેવાકીય સંસ્થા માનવ સેવા સંગઠન દ્વારા એક શામ શહીદો કે નામનો કાર્યક્રમ 26 ઓગષ્ટને શુક્રવારના રોજ યોજાશે.આ કાર્યક્રમ માં જાણીતા ગીતકારો દ્વારા શાહીદીના ગીતો રજુ કરશે. આ કાર્યક્રમ પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહિદ થયેલા પરિવારો અને પ્રભાવિત થયેલા પરિવારને લાભાર્થે યોજાશે. આ કાર્યક્રમમાં એકઠા થયેલા ફાળાથી જેલમાં બંધ પાટીદાર યુવાનોને છોડવામાં મદદ કરાશે ચેરિટી શો થકી એકઠા થયેલા ફાળાનો વહીવટ સમાજના પ્રતિષ્ઠિત અગેવાનીની ટીમ કરશે નાણાકીય વહીવટની પારદર્શિતા જાળવવા માટે હિસાબો ઓનલાઇન મુકવામાં આવશે.
પાસ પાસે હાલ નથી ફંડ,8લાખ રૂપિયાનો બોજોઃચિરાગ પટેલ
પાસ પાસે ફંડ નથી, પાસ હાલ માઈનસ આઠ લાખ રૂપીયામાં ચાલી રહ્યું છે તેવો પાસ કોર કન્વીનર કેતન પટેલે સ્વિકાર કર્યો છે તેમજ પૈસાના હિસાબ અંગે કેતન પટેલ, ચિરાગ પટેલે હાથ અદ્ધર કર્યા છે.પાસ પાસે ફંડ ખાલી થઇ ગયું છે. પાસ હાલ માઈનસ આઠ લાખ રૂપીયામાં ચાલી રહ્યું છે. પાસ કન્વીનર ચિરાગ પટેલે કહ્યું છે કે ૨૫ ઓગસ્ટ ની રેલી બાદ પાસે ની ઉપર ૮ લાખ રૂપિયા નો બોજો થઇ ગયો છે. પૈસાના હિસાબ અંગે કેતન પટેલ અને ચિરાગ પટેલે હાથ અદ્ધર કર્યા છે અને કહ્યું છે કે હાલ પાસ પાસે કોઈ પણ જાત નું ફંડ નથી.
હાર્દિકમાં હજુ પણ મેચ્યોરિટીનો અભાવ છેઃપાસ
અમદાવાદઃ પાસ કન્વીનર કેતન પટેલે આજે નિવેદન આપ્યું છે કે હાર્દિક પણ મેચ્યોરિટીની કમી છે. એક સમયમાં હાર્દિક ના ખભે ખભો અને હાર્દિક નો સાથ આપનાર હાર્દિકના મિત્ર અને પાસ કોર કમિટી ના મેમ્બર કેતન પટેલે પ્રદેશ18 ઈટીવી ન્યુઝ ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી તેમાં જણાવ્યું હતું કે હજુ પણ હાર્દિક માં મેચ્યોરિટી નો અભાવ છે. છતાં તેના સાહસ ને કેતન પટેલે દાદ આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર