Home /News /gujarat /અમદાવાદ એરપોર્ટ પર બેંકકોક જતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું, મુસાફરોના આબાદ બચાવ

અમદાવાદ એરપોર્ટ પર બેંકકોક જતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું, મુસાફરોના આબાદ બચાવ

અમદાવાદ એરપોર્ટ પર બેંકકોક જતી ફ્લાઈટનું ટાયર ફાટ્યાની ઘટના સર્જાઈ છે. આ પ્લાઈટ સ્પાઈસ જેટનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સદનશિબે મુસાફરોનો આબાદ બચાવ થયો છે, આ ઘટનામાં કોઈને જાન હાની થઈ નથી.

મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર સાંજના સાડા સાત કલાકે 188 પેસેન્જરો સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટ બેંગકોક જવા રવાના થઈ હતી. તે સમયે જ અચાનક ફ્લાઈટનું ટાયર ફાટતા મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા, ટાયરમાંથી ધુમાડા નિકળવા માંડ્યા હતા. અચાનક આગ લાગતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું, અને ફાયર બ્રિગેડની ટીમે તત્કાલિન આગ બુઝાવી દઈ, મુસાફરોને સહિ સલામત બહાર નીકાળી દીધા હતા.

આ ઘટના બાદ એરપોર્ટ પર રન વે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે 10 જેટલી અન્ય ફ્લાઈટોને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટ ઈમરજન્સી સર્વિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
First published:

Tags: Rescued, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन