Home /News /gujarat /

Ahmedabad: શિક્ષણથી વંચિત રહી જતા બાળકો માટે ખાસ સિગ્નલ સ્કૂલ થશે તૈયાર

Ahmedabad: શિક્ષણથી વંચિત રહી જતા બાળકો માટે ખાસ સિગ્નલ સ્કૂલ થશે તૈયાર

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

ગત વર્ષના બજેટ કરતા રૂ  122 કરોડનો વધારો સુચવાયો છે. અને 2022-23નું રૂ.889 કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ અંગે સ્કૂલબોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું કે રસ્તાઓ ઘણીવાર બાળકો જોવા મળતા હોય છે.

અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું વર્ષ 2021-22 નું  ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23નું રૂ.887 કરોડનાં બજેટમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણથી વંચિત રહી જતા બાળકો માટે અમદાવાદ સ્કૂલબોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલનો નવતર પ્રયોગ આ વર્ષથી હાથ ધરાશે. જેમાં એક ખાસ પ્રકારની બસ સ્કૂલબોર્ડ તૈયાર કરશે. આ બસમાં વિધાર્થીઓનો અભ્યાસ આપવા માટેનું તમામ પ્રકારની સવલતો ઉભી કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં સ્કૂલોફ એક્સેલન્સ, ટેકનોલોજીથી સજ્જ અનુપમ શાળાઓ ફાયર સેફટી અને પાણીની સુવિધાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

ગત વર્ષના બજેટ કરતા રૂ  122 કરોડનો વધારો સુચવાયો છે. અને 2022-23નું રૂ.889 કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ અંગે સ્કૂલબોર્ડના ચેરમેન સુજોય મહેતાએ જણાવ્યું કે રસ્તાઓ ઘણીવાર બાળકો જોવા મળતા હોય છે. જર શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી. માટે આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે.

જેમાં એક એવી બસ તૈયાર કરાશે જરમાં અભ્યાસ કરવાની  વ્યવસ્થા ઉભી કરાશે. આ ઉપરાંત આગામી વર્ષમાં બીજી 7 અંગ્રેજી શાળાઓ બનાવવાનું આયોજન છે. શાળાઓનાં નવીનીકરણ, હાઇટેકશાળાઓ અને  અનુપમ શાળાઓ માટે 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફિટ ઇન્ડયા અંતર્ગત ને શાળાઓને રમતગમત ના અત્યાધુનિક સાધનો આપવામાં આવશે.

સ્વસ્થ બાળક તંદુરસ્ત બાળક નો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. સ્કૂલ ઓફ એક્સલેન્સ ના અમલીકરણનું આયોજન પણ કરાયું છે. ફાયર સેફટી અને આર ઓ પાણી માટે ૧૦ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. ધો .1 થી 8 નાં તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મની બજેટમાં વિદ્યાર્થીઓ તથા શાળાઓ માટે 12 કરોડની જોગવાઈ કરાઈ છે. શાળા સજ્જતા અને હેરીટેજ અવેરનેસ પ્રોગ્રામ માટે 12 કરોડની જોગવાઈ કરાઈ છે.

મહત્વનું છે કે ખાનગી શાળાઓમાં વધતા જતા ફી ના ધોરણ ના કારણે ઘણા વાલીઓ પોતાના બાળકને ખાનગી સ્કૂલમાં મૂકી શકતા નથી એવા બાળકો માટે ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી અત્યાધુનિક હાઈટેક સ્માર્ટ શાળાઓ તૈયાર કરવા પર વધુ બહાર મુકાઈ રહ્યો છે.
Published by:Margi Pandya
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર