Home /News /gujarat /

IPL 2022: શું તમે આઇપીએલની મેચ જોવા જવાના છો? તો જાણી લો તમારૂ વાહન ક્યાં પાર્ક કરશો

IPL 2022: શું તમે આઇપીએલની મેચ જોવા જવાના છો? તો જાણી લો તમારૂ વાહન ક્યાં પાર્ક કરશો

જો પાર્કિંગ બુક કરાવ્યા વગર જશો તો વાહન પાર્કિંગ કરવાની મુશ્કેલ બની રહેશે.

જો પાર્કિંગ બુક કરાવ્યા વગર જશો તો વાહન પાર્કિંગ કરવાની મુશ્કેલ બની રહેશે. રોડ પર જ્યાં ત્યાં વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. જો મેચ જોવા જવાના હોય તો એડવાન્સ પાર્કિંગ બુક કરવી લેજો. TATAIPL2022 ની ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ તારીખ 27-મે-2022 અને 29-મે-2022 એમ બે દિવસ યોજાશે.જેને લઈ ટિમો અમદાવાદ પહોંચી ગય છે. તેમજ મેચને લઈ  સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Cricket Stadium)માં રમાનારી IPL 2022 ની ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ તારીખ 27-મે-2022 અને 29-મે-2022 એમ બે દિવસ યોજાશે. મેચ જોવા માટે દર્શકોએ હાથોહાથ ટિકિટ ખરીદી લીધી છે અને આ બંને મેચોનું બુકીંગ ફુલ થઈ ગયું છે. એટલે કે મેચને જોવા માટે અમદાવાદ (Ahmedabad) અને ગુજરાત બહારથી પણ ક્રિકેટ ચાહકો આવશે. જેમાં 1 લાખથી વધુ લોકો મેચ જોવા આવશે જેના કારણે વાહન વ્યવહાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સાથે પોતાના વાહનો લઈને પણ લોકો આવશે.

અમદાવાદમાં મેચ જોવા આવનાર દર્શકોના વાહનોને પાર્ક કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોએ પાર્કિંગ બુક કરીને જ આવવાનું રહેશે. વાહનોના કારણે રોડ પર ટ્રાફિક ન થાય અને સમયસર લોકો સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.



નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આજુબાજુના કુલ 31 પાર્કિંગ લોકેશન બનાવવામાં આવેલ છે. જેમાં ટુ વ્હીલર માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 23 પાર્કિંગ બનાવવામાં આવેલ છે. જેની ક્ષમતા 12,000 ટુ વ્હીલર અને 15,000 ફોર વ્હીલરની છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં AMTS 116 બસો અને BRTS ની 56 બસ મુકવામાં આવશે. અનેક રૂટને ડાયવર્ઝન અપાયા છે.

આ પણ વાંચો- વિદેશમાં રહેતા સંતાનોના પિતાએ કરી લીધી આત્મહત્યા

તારીખ 27 અને 29 મેના મોડી રાત સુધી બસને દોડાવવામાં આવશે.
મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ *શો માય પાર્કિંગ એપ્લિકેશન* પર થી ફરજિયાત એડવાન્સ બુક કરવાનું રહેશે. જેમાં *Android:* https://tinyurl.com/smpandroid *iOS:* https://tinyurl.com/smpios લિંક પરથી વાહન પાર્કિંગ કરી શકશે.

આ પણ વાંચો- મહિલાને ખેતરમાં બોલાવી મિત્ર ભાગી ગયો, મહિલા બેભાન મળી

જો પાર્કિંગ બુક કરાવ્યા વગર જશો તો વાહન પાર્કિંગ કરવાની મુશ્કેલ બની રહેશે. રોડ પર જ્યાં ત્યાં વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. જો મેચ જોવા જવાના હોય તો એડવાન્સ પાર્કિંગ બુક કરવી લેજો. TATAIPL2022 ની ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ તારીખ 27-મે-2022 અને 29-મે-2022 એમ બે દિવસ યોજાશે.જેને લઈ ટિમો અમદાવાદ પહોંચી ગય છે. તેમજ મેચને લઈ  સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, IPL 2022, IPL Latest News, Narendra Modi Stadium

આગામી સમાચાર