Home /News /gujarat /અમદાવાદમાં જમાઈને સાસુ સાથે થયો પ્રેમ પરંતુ કરી નાંખી હત્યા

અમદાવાદમાં જમાઈને સાસુ સાથે થયો પ્રેમ પરંતુ કરી નાંખી હત્યા

પ્રતિકાત્મક તસવીર

ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદનાં હાથીજણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાસુ અને જમાઈ વચ્ચે પાંગરેલા પ્રેમનો દુખદ અંત આવ્યો છે. સાસું અને જમાઈ વચ્ચે પ્રેમ હતો જેમાં જમાઈને સાસુનું અન્ય જગ્યાએ પણ અફેર ચાલતું હોવાની શંકા જતા તેમની હત્યા કરી નાંખી હતી. વિવેકાનંદનગર પોલીસે જમાઇની પોલીસે ધરપકડ કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ખેડાના મહેમદાવાદમાં મફાભાઇ ચુનારાની પત્ની કોકીલાબેન પરિવાર સાથે રહેતા હતા. તેમની મોટી દીકરી તેજલના લગ્ન અમરત ઉર્ફે ભોલ્યો ચુનારા(રહે.સરખેજ) સાથે થયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ: જાહેરમાં જ પ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની કરી હત્યા, 2ની ધરપકડ

6 જૂનના રોજ કેરી વેચવા નીકળેલા કોકીલાબેનની ગુમ થઇ ગયા હતા. આ સમયે વિવેકાનંદનગરમાં સ્મશાન સામે અવાવરુ જગ્યામાં તેમની લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ કરાવી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યુ હતુ.

આ પણ વાંચો : પ્રેમનો ઓવરડોઝ! પૂર્વ પતિની સંબંધ બાંધવા ધમકી, 'કરી લઇશ આપઘાત'

પીએમનાં રિપોર્ટથી આ હત્યાનું રહસ્ય ઉકેલાયું હતું. સાસુને સળીયાથી માર મારી ગળું દબાવી હત્યા કરાઇ હોવાનુ બહાર આવ્યું હતુ. પોલીસે આ મામલામાં જણાવ્યુ હતુ કે, જમાઇ અમરતને સાસુ કોકીલા સાથે આડા સબંધો હતો. કોકીલાના અન્ય સાથે સબંધો હોવાની શંકા જમાઇને થઇ હતી. કોકીલાને દારુ પીવાની ટેવ હતી. 6 જુને તેને માર મારી હત્યા કરી દીધી હતી.
First published:

Tags: Afire, Love, અમદાવાદ, ગુજરાત, ગુનો, હત્યા