Home /News /gujarat /

Ahmedabad: અમદાવાદ: બીજી પત્ની સાથે પહેલીને પણ રાખવાની જીદ કરી જમાઈએ સાસુની કરી હત્યા

Ahmedabad: અમદાવાદ: બીજી પત્ની સાથે પહેલીને પણ રાખવાની જીદ કરી જમાઈએ સાસુની કરી હત્યા

બાપુનગર પોલીસ સ્ટેશન

Ahmedabad news: બીજી પત્નીને પણ રાખીશ અને તમારી દીકરીને પણ રાખીશ કહીને વાહન ચોર દિપુએ હત્યા કરી નાંખી.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad Crime) તાજેતરમાં એક જ અઠવાડિયામાં ચાર ચાર હત્યાના (murder in Ahmedabad) બનાવ બન્યા છે. હવેલીમાં અને રખિયાલમાં મોબાઈલ ચોરીની શંકા રાખી બે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા અને બાદમાં સાબરમતીમાં રેલવે કર્મીની હત્યા કરાઈ હતી. ત્યારે ઉવે બાપુનગરમાં જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. આરોપી દિપુ વાહન ચોર છે અને તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી દેતા સાથે જ વાહન ચોરીમાં પકડાતા પહેલી પત્ની પિયર જતી રહી હતી. દિપુ સાસરે ગયો અને બીજી પત્નીની સાથે તમારી દીકરીને પણ રાખીશ તેમ કહી સાસુ સસરા સાથે બબાલ કરી છરી મારી દીધી હતી. જેમાં સાસુનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાપુનગરમાં રહેતા 51 વર્ષીય ટીનાભાઈ રાજભર તેમના પરિવાર સાથે રહે છે અને એક કન્સ્ટ્રકશન ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. તેમની દીકરીના લગ્ન દીપુ પગી સાથે વર્ષ 2020માં કર્યા હતા. દોઢેક વર્ષ સુધી તેમની દીકરી આ દીપુ સાથે રહેતી હતી. જમાઈ દીપુ ચોરીઓ કરતો હતો અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં રીક્ષાની ચોરીમાં પકડાયો હતો. જેથી આ દીપુના ધંધા સારા ન હોવાથી તેમની દીકરી ઘરે પરત આવી ગઈ હતી.

ત્યારબાદ દીપુએ અન્ય એક છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને અવારનવાર ટીના ભાઈના ઘરે આવતો હતો.  દીપુ તેની સાસુને જણાવતો કે, મેં બીજે લગ્ન કરી લીધા છે પરંતુ હું તમારી દીકરીને રાખીશ અને બીજી પત્નીને પણ રાખીશ. તમારી દીકરીને મારી સાથે મોકલો તેમ કહી ઝઘડો તકરાર કરીને જતો રહેતો હતો.

ગત રવિવારના રોજ સવારે ટીનાભાઇ તેમની નોકરી પર ગયા હતા. ત્યારે રાત્રે નોકરી પરથી ઘરે આવ્યા અને બાદમાં ઘરની બહાર જમી પરવારીને બેઠા હતા  તે દરમિયાન તેમની દીકરીનો પતિ દીપુ પગી તેમના ઘર પાસે દૂર ઉભો હતો અને બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે, તમારી દીકરીને મારી સાથે મોકલો. જેથી ટીનાભાઇ અને તેમની પત્ની તેની પાસે ગયા હતા અને કહ્યું કે, તે બીજા લગ્ન કરી લીધા છે. જેથી મારી દીકરીને તારી સાથે કદી નહીં મોકલુ. જેથી આજ પછી તું અમારા ઘરે આવતો નહીં.

આ પણ વાંચો - FB પર સ્વરૂપવાન અમદાવાદની પરિણીતાને થયો પ્રેમ, પ્રેમીએ અનેકવાર બળાત્કાર ગુજાર્યો, આખરે પતિએ જ બચાવી

આટલું કહેતા દીપુ આવેશમાં આવી ગયો હતો અને ટીનાભાઇ અને તેમની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ટીના ભાઈની પત્ની અને દીકરી બંને તેઓને છોડાવવા વચ્ચે પડતા દીપુ ઉશ્કેરાઈ ગયો હતો અને છરી કાઢી ટીનાભાઇને બે ઘા મારી દીધા હતા. તે વખતે ટીના ભાઈની પત્ની વચ્ચે પડતાં દિપુએ આ સાવિત્રી બહેનને પણ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ઘટના વખતે તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા દીપુ પગી ત્યાંથી ભાગી ગયો હતો.

આ પણ વાંચો - અમદાવાદની યુવતીનો લવ ટ્રાયએન્ગલ! પૂર્વ પ્રેમીએ જ નવા બોયફ્રેન્ડની કરી હત્યાની કોશિશ

બાદમાં ટીનાભાઇ અને તેમની પત્ની સાવિત્રીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સાવિત્રીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી ટીના ભાઈએ આ અંગે દિપુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા મારામારી ધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, અમદાવાદ, ક્રાઇમ, ગુજરાત

આગામી સમાચાર