Home /News /gujarat /

ગુજરાતના પ્રથમ સોલર બ્રિજ પ્રોજેક્ટે 9 મહિનામાં 50 લાખની વીજળી કરી ઉતપન્ન, થયો સીધો ફાયદો

ગુજરાતના પ્રથમ સોલર બ્રિજ પ્રોજેક્ટે 9 મહિનામાં 50 લાખની વીજળી કરી ઉતપન્ન, થયો સીધો ફાયદો

Vadodara News: શહેરના અકોટા બ્રિજ ઉપર લગાવેલી સોલાર પેનલે નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરી છે.

Vadodara News: શહેરના અકોટા બ્રિજ ઉપર લગાવેલી સોલાર પેનલે નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરી છે.

    વડોદરા: શહેરમાં ગુજરાતનો પ્રથમ ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ (over bridge rooftop power plant in Vadodara) અકોટા-દાંડિયા બજાર પૂલ (Akota Dandia Bazar bridge) ઉપર કાર્યરત છે. આ સોલર પાવર પ્લાન્ટે (Solar plant on bridge) નવ મહિનામાં જ રૂ. 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કર્યું છે. અકોટા બ્રિજ ઉપર લગાવેલી સોલાર પેનલે નવ માસ દરમિયાન કૂલ 7,92,000 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરી છે.

    મે માસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે 252 મિટરની લંબાઇ અને 40 મિટરની પહોળાઇ અને 15.33 મિટરની ઉંચાઇ સાથે 11200 ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કૂલ રૂ. 23.25 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રીના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે.

    રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટનું ઉત્પાદન

    અકોટા બ્રિજની ઉપર 325 વોટ પાવરની કૂલ 3024 સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે 70 કિલો વોટના 14 સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલો વોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટિરિયલ્સની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે.



    તમામ પેનલોને વાયવ્ય દિશામાં 12થી 18 ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે. જેથી આખો દિવસ સૂર્ય પ્રકાશ મળતો રહે. આ બાબતોને જોતા આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ વીજ યુનિટ ઉત્પાદન થઇ શકે છે.

    આ પણ વાંચો - ગુજરાત કોંગ્રેસમાં કાળો જાદુ? શૈલેષ પરમાર અને શહેજાદખાન સામે કાળો જાદુ કરાવ્યાની Audio clip viral થતા જમના વેગડા ગાયબ

    નવ માસમાં 47 લાખથી વધુનો થયો ફાયદો

    મે-2021થી જાન્યુઆરી-2022 સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં 29910, જુનમાં 124920, જુલાઇમાં 109680, ઓગસ્ટમાં 82020, સપ્ટેમ્બરમાં 22620, ઓક્ટોબરમાં 122175, નવેમ્બરમાં 105315, ડિસેમ્બરમાં 88950 અને જાન્યુઆરીમાં 106410 યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કૂલ 792000 યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું.



    આ યુનિટને મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવ રૂ. 6.7 લેખે ગણવામાં આવે તો રૂ.47,33,550નો સીધો ફાયદો નવ માસમાં થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રીના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કૂલ રૂ. 50 લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Innovation, ગુજરાત, વડોદરા શહેર, સોલર ઉર્જા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन