Home /News /gujarat /

સોખડા હરિધામનો વિવાદ વધારે વકર્યો, શાંતિ માટે બોલાવેલી બેઠકમાં પણ હરિભક્તો બાખડ્યા

સોખડા હરિધામનો વિવાદ વધારે વકર્યો, શાંતિ માટે બોલાવેલી બેઠકમાં પણ હરિભક્તો બાખડ્યા

આ ભક્તોને શાંતિ માટે વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

Sokhda Swaminarayan Temple: આ ભક્તોને શાંતિ માટે વાતચીત કરવા માટે કલેક્ટર કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા.

  વડોદરા : સોખડા સ્વામીનારાયણ મંદિરમાં (Sokhda Swaminarayan Temple) સંતો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. શાંતિ માટે બોલાવેલી બેઠકમાં બંને જૂથના હરિભક્તો બાખડતા વિવાદ વધારે વકર્યો છે. નોંધનીય છે કે, આ ભક્તોને શાંતિ માટે વાતચીત કરવા માટે અહીં બોલાવવામાં આવ્યા છે. પ્રેમ સ્વરૂપ સ્વામી (Prem swarup Swami) અને પ્રબોધ સ્વામી (Prabodh Swami) વચ્ચે શિતયુદ્ધ છેડાયું છે. સોમવારે મધરાતે મંદિરના સંત પ્રબોધસ્વામીના જૂથના એક સંત સરલ સ્વામીએ (Saint Saral Swami) ફેંટ પકડીને તેમને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે આજે આજે કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.

  બંને જૂથના અલગ અલગ આક્ષેપ

  આ બંને જૂથ અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે. પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થકો દ્વારા તમામ વાતોનું જુદી જુદી રીતે અર્થઘટન કરીને ઓડિયો-વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જ હરિપ્રસાદ સ્વામીજીના સાચા આધ્યાત્મિક અનુગામી છે તેવું પ્રેસિડન્ટશીપના પાવરનો ઉપયોગ કરીને પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ મંદિરમાં ત્યાગવલ્લભ સ્વામી અને એમના જૂથ દ્વારા પ્રેમ સ્વરૂપ સ્વામીનો સ્વીકાર અનુગામી તરીકે કરવા માટે કેમ્પસના સંતો-સેવકોને દબાણ કરવામાં આવે છે.

  સંત સરલ સ્વામી આ પહેલા પણ વિવાદમા આવ્યા હતા

  આ અંગે હરિભક્તો જણાવે છે કે, 14મી માર્ચની રાતે સાડા બાર વાગ્યે પ્રેમ સ્વરુપ સ્વામી જૂથના મનાતા 55 વર્ષીય સંત સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીને હરિધામમાં આવેલી આત્મીય કુટિરથી થોડા આગળ બોલાવ્યા હતા. જ્યાં તેમની ફેંટ પકડીને તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ તેમને અપશબ્દો પણ કહ્યા હતા. આ પહેલા પણ અપશબ્દો બોલવા અંગે સંત સરલ સ્વામી વિવાદમાં આવ્યા છે.

  આ પણ વાંચો - ‘અમારું ઘર આજે પણ કાશ્મીરમાં ખંડિત હાલતમાં છે, કોઈ કહેશે કે કાશ્મીર જવું છે તો હું ના પાડીશ’

  ઘટનાના સીસીટીવી ફૂટેજ ગાયબના પ્રયત્નોનો આક્ષેપ

  આ સાથે અન્ય આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં ન આવે તે માટે પણ પ્રેમ સ્વરુપ સ્વામી જૂથના કેટલાક સંતો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. તો એવા પણ આક્ષેપ છે કે, અનેક સંતો આ સીસીટીવી ફૂટેજને ગાયબ કરવાના પણ પ્રયત્ન કરી રહ્યા છે.

  આ પણ વાંચો - સીએમ પટેલે ગુજરાતમાં શરૂ કરાવ્યું બાળકોનું રસીકરણ: દેશમાં ઉજવાશે નેશનલ વેક્સિનેશન ડે  મારી નાંખવાની પણ આપી હતી ધમકી

  અન્ય હરિભક્તના જણાવ્યા પ્રમાણે, તે રાત્રે સાડા બાર વાગ્યે પ્રબોધસ્વામીને સરલ સ્વામીએ હરિધામ સંકુલમાં રોક્યા હતા. કહ્યુ હતુ કે, તમારા સેવકોને વિવેક શીખવાડો અને એ પછી પ્રબોધ સ્વામીનો હાથ પકડીને ગળુ દબાવવાની અને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ ખોટા આરોપો મુકીને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ દરમિયાન બીજા સંતો આવી ગયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Sokhda Swaminarayan, ગુજરાત, વિવાદ, સોખડા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन