PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ટ્રાયબલ મ્યુઝિયમ બન્યા પહેલા જ આચર્યું કૌભાંડ

News18 Gujarati
Updated: May 29, 2019, 5:31 PM IST
PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ટ્રાયબલ મ્યુઝિયમ બન્યા પહેલા જ આચર્યું કૌભાંડ

  • Share this:
દિપક પટેલ, નર્મદાઃ વડાપ્રધાનનાં ડ્રિમ પ્રોજેકટ એવા દેશના પ્રથમ ટ્રાયબલ મ્યુઝિયમની જગ્યામાંથી 5.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ અને તેમાં પણ જિલ્લા વહીવટીતંત્રની મિલીભગત સામે આવી છે. નેતાઓ,રોડ કોન્ટ્રકટર કંપની અને ઉચ્ચ અધિકારીઓએ મિલે સુર મેરા તુમારાનાં નાતે કૌભાંડ આચર્યાના આરોપ સાથેની એક અરજી ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.

નર્મદા જિલ્લાનાં માટીભૂખ્યાં નેતા અને અધિકારીઓએ નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન સમાન ટ્રાયબલ મ્યુઝિયમમાંથી 7.13 કરોડની કિંમતની 4.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી ગયાની અરજીથી નર્મદા જિલ્લામાં ભૂમાફિયાઓમાં દોઢડહામ મચી છે. આશ્ચર્યની વાત તો એ છે કે છેક ગાંધીનગર માટી ચોરીની જાણ કરાતા આખરે જિલ્લા વહીવટીતંત્રએ તપાસ ચાલુ કરી.

અહીં ક્લિક કરી વાંચોઃ TMC સાંસદ મિમી ચક્રવર્તી એન નુસરત જહાંએ કર્યો બોલ્ડ ડાન્સ, વીડિયો VIRAL

પોલીસને કરવામાં આવેલી અરજીમાં જણાવવવામાં આવ્યું કે આ માટી બીજે ક્યાંય નહીં પણ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન રોડ બનાવવા માટે વપરાઈ છે. તે બદલ એ રોડ કંપનીએ આ નેતાઓ અને અધિકારીઓને કરોડો રૂપિયા ચૂકવી દીધા છે. સર્વે નંબર 235/1/બ પૈકીની 1 લાખ ચોરસ મીટર જમીનમાંથી લાખો મેટ્રિક ટન માટી ચોરાઈ હોવાનું આ અરજીમાં ઉલ્લેખ છે ત્યારે નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાએ પણ આ કૌભાંડમાં સીબીઆઇ તાપસની માગ કરી છે.

હાલ તો ખાણખણીજ વિભાગે દેખાડો કરવા ખાતર ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં નનામી અરજીતો આપી છે તે પણ મોડી મોડી જેથી સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઇ પાસે કરાવવા લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ ચિંતામાં છે કે આ અરજીમાં કોઈના નામનો ઉલ્લેખ ન હોવાથી ક્યાં તાપસ કરવા જાય.
First published: May 29, 2019, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading