Home /News /gujarat /

સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ કેસ: સીબીઆઈ કોર્ટે કાવતરું અને હત્યા હોવાનું નકાર્યું; તમામ દોષમુક્ત

સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ કેસ: સીબીઆઈ કોર્ટે કાવતરું અને હત્યા હોવાનું નકાર્યું; તમામ દોષમુક્ત

કોર્ટે સીબીઆઈના આરોપપત્રમાં સામેલ 38 લોકોમાંથી 16ને પુરાવાના અભાવે આરોપમુક્ત કરી દીધા છે

કોર્ટે સીબીઆઈના આરોપપત્રમાં સામેલ 38 લોકોમાંથી 16ને પુરાવાના અભાવે આરોપમુક્ત કરી દીધા છે

  ન્યૂઝ18 ગુજરાતી: સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટ કેસમાં 13 વર્ષ બાદ શુક્રવારે ચુકાદો આવ્યો છે. સીબીઆઈ કોર્ટે નોધ્યું કે, તમામ સાક્ષીઓ અને પુરાવાઓથી એવું સાબિત નથી થતું કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એક કાવતરું અને હત્યા હતી. કોર્ટે એમ પણ નોંધ્યું કે પુરાવાઓ પૂરતાં નથી. તુલસી પ્રજાપતિ કેસમાં કોર્ટે કહ્યું કે કાવતરું ઘડીને તેની હત્યા કરવામાં આવી છે તે સાચું નથી. સોહરાબુદ્દીન શેખ કેસમાં તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે દોષમુક્ત કર્યા છે.

  જજ એસ જે શર્માએ પોતાના આદેશમાં કહ્યું કે અમને એ વાતનું દુ:ખ છે કે ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પરંતુ કાયદો અને સિસ્ટમને કોઈ આરોપ પુરવાર કરવા માટે પુરાવાઓની જરૂર હોય છે. સીબીઆઈ આ વાત સાબિત ન કરી શકી કે પોલીસવાળાઓએ સોહરાબુદ્દીનને હૈદરાબાદથી કિડનેપ કર્યો હતો. એ વાતનો કોઈ પુરાવો નથી.

  સીબીઆઈની સ્પેશલ કોર્ટે નોંધ્યું કે, સરકારી મશીનરી અને પ્રોસિક્યૂશને ખૂબ જ એફર્ટ કર્યા, 210 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા પરંતુ સંતોષકારક પુરાવા સામે ન આવ્યા અને સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા. જો સાક્ષીઓ બોલે નહીં તો તેમાં પ્રોસિક્યૂશનનો કોઈ વાંક નથી.

  Sohrabuddin Sheikh case: All 22 accused acquitted by Special CBI Court in Mumbai due to lack of evidence pic.twitter.com/CSdFvx7f4w

   ઉલ્લેખનીય છે કે, મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટ આ મામલાની સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન પ્રોસેક્યૂટર પક્ષના લગભગ 92 સાક્ષી ફરી ગયા. આ મહિનાની શરૂઆતમાં અંતિમ દલીલો પૂરી થયા બાદ સીબીઆઈ મામલાના વિશેષ ન્યાયાધીશ એસ જે શર્માએ કહ્યું હતું કે તેઓ 21 ડિસેમ્બરે ચુકાદો સંભળાવશે. મોટાભાગના આરોપી ગુજરાત અને રાજસ્થાનના જૂનિયર સ્તરના પોલીસ અધિકારી છે.

  કોર્ટે સીબીઆઈના આરોપપત્રમાં સામેલ 38 લોકોમાંથી 16ને પુરાવાના અભાવે આરોપમુક્ત કરી દીધા છે. જેમાં અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત પોલીસના પૂર્વ પ્રમુદ પીસી પાંડે અને ગુજરાત પોલીસના પૂર્વ સિનિયર અધિકારી ડીજી વણઝારા સામેલ છે.

  સીબીઆઈ મુજબ, આતંકવાદીઓ સાથે સંબંધ રાખનારા કથિત ગેંગસ્ટર શેખ તેની પત્ની કૌસરબી અને તેનો સહયોગી પ્રજાપતિને ગુજરાત પોલીસે એક બસથી તે સમયે કિડનેપ કર્યા જ્યારે તે લોકો 22 અને 23 નવેમ્બર 2005ની રાતે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા.

  આ પણ વાંચો, 'પૈસા અને રાજકીય ઇરાદાથી સોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર કરાયું હતું'

  સીબીઆઈ મુજબ શેખની 26 નવેમ્બર 2005ના રોજ અમદાવાદની પાસે કથિત નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરી દેવામાં આવી હતી. તેની પત્નીને ત્રણ દિવસ બાદ મારી નાખવામાં આવી અને શબને ઠેકાણે પાડી દેવામાં આવ્યું.

  એક વર્ષ બાદ 27 ડિસેમ્બર 2006ના રોજ પ્રજાપતિની ગુજરાત અને રાજસ્થાન પોલીસે ગુજરાત- રાજસ્થાન સહહદની પાસે ચાપરીમાં કથિત નકલી એન્કાઉન્ટરમાં ગોળી મારી હત્યા કરી દીધી. પ્રોસેક્યૂસને આ મામલામાં 210 સાક્ષીની પૂછપરછ કરી જેમાંથી 92 ફરી ગયા.

  આ દરમિયાન બુધવારે પ્રોસેક્યૂસનના બે સાક્ષીઓએ કોર્ટમાં અરજી કરી કે તેમની ફરીથી પૂછપરછ કરવામાં આવે. તે પૈકી એકનું નામ આજમ ખાન છે અને તે શેખનો સહયોગી હતો.

  તેણે પોતાની અરજીમાં દાવો કર્યો કે શેદ પર કથિત રીતે ગોળી ચલાવનાર આરોપી તથા પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અબ્દુલ રહમાને તેને ધમકી આપી હતી કે જો તેને મોં ખોલ્યું તો તેને ખોટા કેસમાં ફસાવી દેશે. એક અન્ય સાક્ષી એક પેટ્રોલ પંપના માલિક મહેન્દ્ર ઝાલા છે. કોર્ટે બંને અરજીઓ પર શુક્રવારે નિર્ણય લેશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Amit shah, Gujarat police, સીબીઆઇ

  આગામી સમાચાર