અમદાવાદના વેજલપુરમાં પાંચ દિવસ પહેલા થયેલી લૂંટનો ભેદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. એસઓજીએ લૂંટના ચાર આરોપી પૈકી ત્રણ આરોપી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હજુ પણ એક મુખ્ય આરોપી એસઓજીના શંકજાથી બહાર છે. જેને પકડવા માટે એસઓજીની અલગ અલગ ટીમે કવાયત હાથ ધરી છે.

અમદાવાદ# અમદાવાદના વેજલપુરમાં પાંચ દિવસ પહેલા થયેલી લૂંટનો ભેદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. એસઓજીએ લૂંટના ચાર આરોપી પૈકી ત્રણ આરોપી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હજુ પણ એક મુખ્ય આરોપી એસઓજીના હાથમાં આવ્યો નથી. જેને પકડવા માટે એસઓજીની અલગ અલગ ટીમે કવાયત હાથ ધરી છે.
ગત 19 એપ્રિલના રોજ વિશાલા ખાતે આવેલ સોપારીવાળા પ્રોવિઝન સ્ટોર્સના માલિક પોતાની ગાડીમાં રોકડ રૂપિયા એક લાખ 35 હજાર ભરેલી બેગ લઇ જઇ રહ્યાં હતા, તે સમયે આરોપીઓ દ્વારા અંધારાનો લાભ લઇ મરચાની ભુકી નાખી વેપારી પાસેથી પૈસા ભરેલી બેગ અને મોબાઇલ ફોન સહિત એક લાખ 55 હજારની લૂંટ કરી હતી.
આરોપી લૂંટ કરી મુંબઇ ભાગી છૂટ્યા હતા. અને બે દિવસ સુધી મુંબઇ ખાતે પૈસા ઉડાવી પરત અમદાવાદ ખાતે ફર્યા હતા. ત્યારે એસઓજીને બાતમી મળતા લૂંટના આરોપી શાહરૂખ મલેક, મોહસીન ઉર્ફે હાઇટ અને સમીર મલેકની ધરપકડ કરી હતી. અને પૂછપરછ દરમિયાન લૂંટના ગુન્હો કબુલ કર્યો હતો. સાથે એસઓજીએ આરોપીઓ પાસેથી લૂંટના રોકડા 49 હજારની રીકવરી પણ કરી હતી.
જ્યારે હજુ મુખ્ય આરોપી એસઓજીના શંકજામાંથી ફરાર છે. જેને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરી છે. તેમજ તમામ આરોપીની વધુ તપાસ અર્થે વેજલપુર પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર