આયા રામ ગયા રામ: કોણે ભાજપને કર્યા રામ રામ? કોણે છોડ્યો કૉંગ્રેસનો સાથ?
આયા રામ ગયા રામ: કોણે ભાજપને કર્યા રામ રામ? કોણે છોડ્યો કૉંગ્રેસનો સાથ?
બીજેપીમાંથી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયેલા નેતાઓ
હજુ પણ કેટલાક નેતાઓ બોર્ડર પર બેઠા છે. કોઈને કોઈ માંગને લઈને તેઓ પક્ષનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા છે. જો તેમાં સફળ નહીં રહે તો, આવા નેતાઓ પણ પક્ષ પલટુંઓની જમાતમાં સામેલ થઈ જશે
રાજ્યમાં લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ એમ બંને માટે માથાનો દુઃખાવો બની રહી છે. એક તરફ ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભડકો સર્જાયો. કેટલાક નેતાઓ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ અનેક મોટા માથાઓ ભાજપમાં જોડાયા છે.આગામી સમયમાં પણ પક્ષ પલટાનો આ સીલસીલો ચાલુ રહેશે તે નક્કી છે.
ચૂંટણીની મોસમ શરૂ થઈ ત્યારથી જ નેતાઓમાં પણ ઘર બદલવાની હોડ લાગી છે. કોઈ ટિકિટ નહીં મળવાથી રિસાયેલા છે. તો કોઈ પક્ષની નીતિથી નારાજ થઈને પક્ષ પલટો કરી રહ્યા છે. કારણો અલગ છે, પણ દરેકની આંખોમાં જોવા મળી રહ્યા છે સત્તાના સપનાં.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી કૉંગ્રેસમાંથી બળવો પોકારી ભાજપમાં જોડાનારા આવા કેટલાક મહત્ત્વા નેતાઓના નામ પર નજર કરીએ તો, પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણે શનિવારે ભાજપમાં ઘરવાપસી કરી છે. તો ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તો તેમની પાછળ પાછળ માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ કૉંગ્રેસથી મોં ફેરવી લીધું અને ભાજપમાં જોડાઈ કેબિનેટ પ્રધાન પણ બની ગયા. આ સિલસિલાને આગળ વધારતાં ધાંગધ્રા બેઠકના પૂર્વ ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા અને જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કરી લીધા. હવે ઊંઝા, માણાવદર, જાનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા
આ રીતે ભાજપ છોડીને કૉંગ્રેસનો હાથ પકડનારા નેતાઓ પણ ઓછા નથી. જો વાત કરીએ આવા નેતાઓની તો, પૂર્વ ધારાસભ્ય લાલજી મેર તથા પૂર્વ મંત્રી બિમલ શાહ ભાજપને રામ રામ કરી કૉંગ્રેસમાં સામેલ થયા. તો બારડોલીના પૂર્વ ધારાસભ્ય અનિલ પટેલ, આરએસએસના વિચારક પ્રશાંત જોશી અને જસદણના ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ગજેન્દ્ર રામાણી પણ કૉંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત ભાજપના સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ પણ પંજા સાથે જવાનું પસંદ કર્યું.
હજુ પણ કેટલાક નેતાઓ બોર્ડર પર બેઠા છે. કોઈને કોઈ માંગને લઈને તેઓ પક્ષનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા છે. જો તેમાં સફળ નહીં રહે તો, આવા નેતાઓ પણ પક્ષ પલટુંઓની જમાતમાં સામેલ થઈ જશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર