Home /News /gujarat /

ગાઝિયાબાદથી લાપત્તા થયેલી સ્નેપડીલની સોફ્ટવેર એંજિનિયર દિપ્તી પરત ફરી

ગાઝિયાબાદથી લાપત્તા થયેલી સ્નેપડીલની સોફ્ટવેર એંજિનિયર દિપ્તી પરત ફરી

#રહસ્યમય સંજોગોમાં ગાઝિયાબાદથી લાપત્તા થયેલી સ્નેપડીલની સોફ્ટવેર એંજિનિયર દિલ્પી સરના આજે સવારે સહી સલામત રીતે ઘરે પરત ફરી છે. દિપ્તીએ આજે સવારે સવારે પોતાના ભાઇને ફોન કરીને પોતાને હરિયાણાના પાણીપતમાં હોવાની જાણકારી આપી હતી.

#રહસ્યમય સંજોગોમાં ગાઝિયાબાદથી લાપત્તા થયેલી સ્નેપડીલની સોફ્ટવેર એંજિનિયર દિલ્પી સરના આજે સવારે સહી સલામત રીતે ઘરે પરત ફરી છે. દિપ્તીએ આજે સવારે સવારે પોતાના ભાઇને ફોન કરીને પોતાને હરિયાણાના પાણીપતમાં હોવાની જાણકારી આપી હતી.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #રહસ્યમય સંજોગોમાં ગાઝિયાબાદથી લાપત્તા થયેલી સ્નેપડીલની સોફ્ટવેર એંજિનિયર દિલ્પી સરના આજે સવારે સહી સલામત રીતે ઘરે પરત ફરી છે. દિપ્તીએ આજે સવારે સવારે પોતાના ભાઇને ફોન કરીને પોતાને હરિયાણાના પાણીપતમાં હોવાની જાણકારી આપી હતી.

દિપ્તીએ પોતાના ભાઇને ફોન કરીને પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપતાં ઘરે પરત ફરી હોવાની વાત કહી હતી. ઘર પહોંચ્યા બાદ તેણીએ પોતાના પરિવારજનો સાથે સીધી લીંક રોડ સ્થિત પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે તેણીની આગળની કાર્યવાહી તથા પુછપરછ કરી હતી. પોલીસે દિપ્તી પાસેથી આખરે એ જાણવા ઇચ્છતી હતી કે તેણી છેવટે પાણીપત પહોંચી કેવી રીતે.

અહીં નોંધનિય છે કે, શોપિંગ વેબસાઇટ સ્નેપડીલના આઇટી વિભાગમાં કામ કરતી 23 વર્ષિય મહિલા એંજિનિયર દિપ્તી બુધવારે સાંજે એકાએક રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ હતી. ગાઝિયાબાદના કવિ નગર વિસ્તારમાં રહેતી દિપ્તી સરના ગુડગાંવમાં જોબ કરે છે.

સામાન્ય રીતે તે ગાઝિયાબાદના વૈશાલી સ્ટેશન સુધી દિલ્હી મેટ્રોમાં આવે છે અને ત્યાર બાદ સ્ટેશનથી આઠ કિલોમીટર ઘરે ઓટો રિક્ષામાં જાય છે. પરંતુ દિપ્તી બુધવારે રાતે 8-30 વાગ્યાની આસપાસ મેટ્રો સ્ટેશન પહોંચી હતી અને તેણીએ એક મહિલા અને અન્ય ત્રણ મુસાફરો સાથે ઓટો રિક્ષામાં બેઠી હતી. ઓટો રિક્ષામાં બેઠા બાદ તેણીએ પોતાના પિતા નરેન્દ્ર સરનાને ફોન કર્યો હતો ત્યાં ત્રણ ચાર કિલોમીટર બાદ મહિલા સહિત અન્ય મુસાફરોએ તેણી સાથએ જબરબસ્તી કરી તેણીને પોતાની સાથે લઇ ગયા હતા.

જોખમ હોવાના સંકેત મળતાં જ તેણીએ ફરીથી એકવાર પોતાના પિતાને ફોન કર્યો હતો અને ઓટો રિક્ષા ખોટા રસ્તે લઇ જવાતી હોવાની જાણકારી આપી હતી. ત્યાર બાદ તેણીનો ફોન બંધ થઇ ગયો હતો. દિપ્તીના પિતાએ કેટલાક રાજકીય નેતાઓ અને પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
First published:

Tags: અપહરણ પ્રયાસ, દિલ્હી`, સ્નેપડીલ

આગામી સમાચાર