Home /News /gujarat /

અમદાવાદઃ ગુરુકુળ વિસ્તારમાં છ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

અમદાવાદઃ ગુરુકુળ વિસ્તારમાં છ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

તમામ વિદ્યાર્થીઓ નવા વર્ષને લઈને ગુરુકુળ વિસ્તારામં આવેલા એક ફ્લેટમાં પાર્ટી કરવા માટે એકઠા થયા હતા.

    હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરમાં દારૂની મહેફિલનો અટકવાનું નામ નથી લઈ રહી. બે દિવસ પહેલા જ બીએમડબલ્યૂ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ છ લોકો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો હતો. હવા આ યાદીમાં છ વિદ્યાર્થીઓનું નામ ઉમેરાયું છે. વસ્ત્રાપુર પોલીસે દારૂની મહેફિલ બદલ છ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ તમામ વિદ્યાર્થીઓ નવા વર્ષને લઈને પાર્ટી કરવા માટે એકઠા થયા હતા.

    બે બોટલ દારૂ ઝડપાયો

    પોલીસે તપાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી બે બોટલ દારૂ પણ મળી આવ્યો છે. પોલીસે આ કેસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બાતમી મળી હતી કે ગુરુકુળ ખાતે આવેલા નીલમણી એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે.

    આ પણ વાંચોઃ  વિસ્મય શાહ પોલીસ સામે કરગર્યો, 'સાહેબ, જવા દો ને, પહેલાથી જ પરેશાન છું'

    પોલીસે દારૂની પાર્ટી પર દરોડા કરતા છ વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. ઘરપકડ કરવામાં આવેલા તમામ વિદ્યાર્થીઓની ઉંમર 18થી 22 વર્ષ છે.  પોલીસને દરોડા દરમિયાન બે બોટલ દારૂ પણ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન વિદેશ દારૂની બોટલ પરમિટ વગરની હોવાનું માલુમ પડ્યું હતું.

    ભાડાના ફ્લેટમાં જામી હતી મહેફિલ

    મળતી માહિતી પ્રમાણે જીતુ ઠકરાર નામના યુવકે નીલમણી એપાર્ટમેન્ટ ખાતે ભાડાના ફ્લેટમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. પકડાયેલા છ યુવકો પૈકી એક યુવક જૂનાગઢનો અને પાંચ યુવક ગીર સોમનાથના છે. વિદેશમાં રહેતા દિનેશ બલદાણીયાના મકાનમાં આ પાર્ટી યોજવામાં આવી હતી. જીતુએ પોતાના મિત્રોને બોલાવી પાર્ટી કરી હતી. જોકે, રાત્રે નશામાં ચૂર થઈને ચીચીયારીઓ પાડતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: New year, Party, Wine, અમદાવાદ, ગુનો, છાત્ર, દારૂ, પોલીસ`

    આગામી સમાચાર