Home /News /gujarat /

બેડમિંટન શીખવા સિંધુ રોજ 120 કિલોમીટર દુર જતી હતી

બેડમિંટન શીખવા સિંધુ રોજ 120 કિલોમીટર દુર જતી હતી

#ભારતની નવી બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ભારતને બેડમિંટનમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવવાની આશા સર્જી છે. રિયોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે સિંધુ શુક્રવારે ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિન સામે મહાજંગમાં ઉતરશે.

#ભારતની નવી બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ભારતને બેડમિંટનમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવવાની આશા સર્જી છે. રિયોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે સિંધુ શુક્રવારે ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિન સામે મહાજંગમાં ઉતરશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતની નવી બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ભારતને બેડમિંટનમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવવાની આશા સર્જી છે. રિયોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે સિંધુ શુક્રવારે ફાઇનલમાં સ્પેનની કૈરોલિના મારિન સામે મહાજંગમાં ઉતરશે.

ભારતીય સમય મુજબ સાંજે 7-30 કલાકે ફાઇનલ મેચ રમાશે. પીવી સિંધુની સેમીફાઇનલની જીત બાદ પીએમ મોદીએ તુરંત શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ સેમી ફાઇનલના એના પ્રદર્શનની સરાહના કરી હતી.

એક તરફ જ્યાં સિંધુથી ગોલ્ડ મેડલની આશા પ્રબળ બની રહી છે તો પોતાની પુત્રીની જીત પર માતાને પુરો ભરોસો છે. પ્રદેશ18 ઇટીવી સાથેની ખાસ વીતચીતમાં સિંધુની માતાએ કહ્યું કે, મને પુરી આશા છે કે સિંધુ ગોલ્ડ મેડલ જીતીને ભારત આવશે.

તેણીએ કહ્યું કે, જે આક્રમકતા સાથે સિંધુ રમી રહી છે એ પરથી લાગે છે કે ફાઇનલમાં તે જરૂર કૈરોલિનાને હરાવી દેશે અને ભારતના ખાતામાં રિયો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ લાવશે.

સિંધુની માતાએ કહ્યું કે, તે જ્યારે 8 વર્ષની હતી ત્યારથી તેણીએ બેડમિંટન રેકેટ હાથમાં પકડ્યું હતું. એની આ કારકિર્દીમાં ગોપી સર (પુલેલા ગોપીચંદ)નો ઘણું યોગદાન છે. એમની એકેડેમીમાં તેણીએ ઘણું શીખ્યું છે.

તેણીએ કહ્યું કે, બેડમિંટન રમવા માટે સિંધુએ ઘણું સહન કર્યું છે. કારણ કે બેડમિંટન શીખવા માટે તે શિકંદરાબાદથી ગચ્ચીબોલી આવતી હતી. રોજ 120 કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી. બાદમાં સિંધુ માટે અમે અહીં શિફ્ટ થયા હતા. મેં નોકરી પણ છોડી હતી.

આજની ફાઇનલ મેચ અંગે સિંધુની માતાએ કહ્યું કે, હુ ભગવાનને પ્રાર્થના કરુ છું કે ભારત માટે તે ગોલ્ડ જીતે. ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી બતાવે.
First published:

Tags: પીવી સિંધુ, બેડમિંટન, રિયો ઓલિમ્પિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन