કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મણિનગરની બેઠક પર શ્વેતા બ્રહ્મભટ્ટને તક આપી હતી.
હાર્દિક પટેલ સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ 2 જૂનના રોજ કેસરિયો કરશે. જોકે આ પહેલા જ શ્વેતાએ નિવેદન આપ્યું છે કે,"હું જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાઇ તે પુર્ણ ના થઇ શક્યુ. કોગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, જો પાર્ટી કોઇ જવાબદારી આપે તો સિનિયર નેતાઓ કામ કરવા દેતા નથી"
ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 (Gujarat Assembly Election 2022)ની જાહેરાત ગમે તે સમયે થઇ શકે છે ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ભાજપ-કોગ્રેસ (BJP-Congress) પણ જોડતોડની રાજનીતિમાં લાગી ગયા છે ત્યારે કોગ્રેસથી હાથ ખંખેરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) હાલમાં ચર્ચામાં પરંતુ આ દરમિયાન કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt) પણ ભાજપમાં જોડાશે. જણાવી દઈએ કે શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને તેઓ પણ હાર્દિક પટેલ સાથે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી.
હાર્દિક પટેલ સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ 2 જૂનના રોજ કેસરિયો કરશે. જોકે આ પહેલા જ શ્વેતાએ નિવેદન આપ્યું છે કે,"હું જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાઇ તે પુર્ણ ના થઇ શક્યુ. કોગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, જો પાર્ટી કોઇ જવાબદારી આપે તો સિનિયર નેતાઓ કામ કરવા દેતા નથી"
કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટટણી દરમિયાન મણિનગરની બેઠક પર શ્વેતા બ્રહ્મભટ્ટે તક આપી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટે આ સમયે જ પ્રથમ પગલું ભર્યું હતું. ત્યારે શ્વેતાનાં કારકિર્દી, અભ્યાસ અને પરિવાર પર કરીએ એક નજર કરીએ તો મણીનગર વિસ્તારમાં રહેતા શ્વેતા બ્રહ્મભટ્ટને નાનપણથી જ સામાજીક કાર્ય કરવાનો શોખ છે. તે વર્ષ 2012માં બેંગ્લોર આઇઆઇએમમાં પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કરી ચુકી છે.
જેમાં તેમણે 80 ટકા સ્કોલરશીપ મેળવીને 4.5 મહીનાનો આ કોર્સ કર્યો હતો. ત્યારબાદ દેશના યુવા વર્ગ માટે કંઇક કરવાની તેમની જીજ્ઞાસા વધી ગઇ હતી. શ્વેતા બ્રહ્મભટ્ટના પરિવારજનની વાત કરીએ તેઓ હાલ તેમના માતા પિતા અને ભાઇ ભાભી સાથે રહે છે. જ્યારે તેમના પિતા પણ છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રીય છે. એટલું જ નહીં બે વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી જીતી ચુક્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર