Home /News /gujarat /તોગડિયા આતંકી નથી, મોદી ખોટું કરી રહ્યા છેઃ પ્રમોદ મુતાલિક

તોગડિયા આતંકી નથી, મોદી ખોટું કરી રહ્યા છેઃ પ્રમોદ મુતાલિક

પ્રમોદ મુતાલિક (ફાઈલ તસવીર)

પ્રવીણ તોગડિયા શું આતંકી છે તો તમે તેને દબાવી રહ્યા છો. તમે સંગઠનના વિચારને દબાવી રહ્યા છે.

    અમદાવાદઃ શ્રી રામ સેનાના અધ્યક્ષ પ્રમોદ મુતાલિકે આજે એટલે કે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 'પ્રવીણ તોગડિયા કોઈ આતંકવાદી નથી જો તેની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે.'

    મુતાલિકે કહ્યું હતું કે, 'કર્ણાટકમાં 100 જગ્યાએ પ્રવીણ તોગડિયાનું સ્વાસ્થ્ય સારૂ થાય તે માટે પૂજા કરવામાં આવી હતી. ડો. પ્રવીણ તોગડિયા કોઈ વ્યક્તિ નહીં પરંતુ તે હિન્દુત્વની શક્તિ છે. છેલ્લા 32 વર્ષથી તેઓ હિન્દુત્વ માટે લડી રહ્યા છે. હિન્દુત્વના વિચારને દબાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તે ખોટું છે. પ્રવીણ તોગડિયા શું આતંકી છે તો તમે તેને દબાવી રહ્યા છો. તમે સંગઠનના વિચારને દબાવી રહ્યા છે.'

    નરેન્દ્ર મોદી ખોટું કરી રહ્યા છેઃ મુતાલિક

    મુતાલિકે મીડિયાને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, 'દેશના પીએમ મોદી તમે ખોટું કરી રહ્યા છો. તમે આ જ વિચારધારાથી આવ્યા છે. રામ મંદિર બનાવવાની વાત, ગાયોની રક્ષા, બાંગ્લાદેશીઓને દેશમાંથી હટાવવાની વાત તમે પણ કરી છે. પ્રવીણ તોગડિયા પણ 32 વર્ષથી આ જ વાત કરી રહ્યા છે. અત્યારે તમે સત્તા પર છો તો હવે તમે તેનો અવાજ દબાવી રહ્યા છો તે અયોગ્ય વાત છે. આ તોગડિયાનો વ્યક્તિગત અવાજ નથી પરંતુ કરોડો લોકો તેમની સાથે છે. તમે જે કરી રહ્યા છો તેની અસર 2019ની લોકસભાની ચૂંટણી પર પડશે. ગૌરક્ષકો ગુંડા લોકો છે, 82 ટકા ગૌરક્ષકો ખોટા છે એવી વાતો તમારા મોઢેથી સારી નથી લાગી રહી. અમારી કોઈ વ્યક્તિગત મહત્વકાંક્ષા નથી.'

    તમામ લોકો તોગડિયા સામે

    શ્રી રામ સેનાના અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, 'હું છેલ્લા 40 વર્ષથી મારું ઘર છોડીને હિન્દુત્વનું કાર્ય કરી રહ્યો છું. આવા હજારો સંગઠન જે આરએસએસ સાથે જોડાયેલા નથી પરંતુ તેઓ પ્રવીણ તોગડિયાની સાથે છે.' નોંધનીય છે કે ભૂતકાળમાં અનેક વિવાદો સાથે પ્રમોદ મુતાલિકનું નામ જોડાયેલું છે. 2009માં મેંગ્લોરના એક પબમાં થયેલી મારપીટમાં પણ તેમનું નામ આવ્યું હતું. આ ઘટના બાદ પ્રમોદ મુતાલિકે કહ્યું હતું કે, ભારતની મહિલાઓ બારમાં જઈને દારૂ પીવે તે સહન નહીં કરવામાં આવે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Praveen Togadia, VHP, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन