Home /News /gujarat /કાકા ભત્રીજો વચ્ચે હજુ ખેંચમતાણ, શિવપાલે કહ્યું-સરકાર કરતાં પાર્ટી મોટી

કાકા ભત્રીજો વચ્ચે હજુ ખેંચમતાણ, શિવપાલે કહ્યું-સરકાર કરતાં પાર્ટી મોટી

મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચે ચાલી રહેલો ખટરાગ બુધવારે પણ સામે આવ્યો હતો. જ્યારે લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે લોહિયા વાહિનીની બેઠક બાદ શિવપાલે કહ્યું કે, 5 નવેમ્બરથી શરૂ થનારી રજત જ્યંતિ સમારોહના આયોજનમાં વ્યસ્ત છું.

મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચે ચાલી રહેલો ખટરાગ બુધવારે પણ સામે આવ્યો હતો. જ્યારે લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે લોહિયા વાહિનીની બેઠક બાદ શિવપાલે કહ્યું કે, 5 નવેમ્બરથી શરૂ થનારી રજત જ્યંતિ સમારોહના આયોજનમાં વ્યસ્ત છું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
લખનૌ #મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ યાદવ વચ્ચે ચાલી રહેલો ખટરાગ બુધવારે પણ સામે આવ્યો હતો. જ્યારે લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે લોહિયા વાહિનીની બેઠક બાદ શિવપાલે કહ્યું કે, 5 નવેમ્બરથી શરૂ થનારી રજત જ્યંતિ સમારોહના આયોજનમાં વ્યસ્ત છું.

શિવપાલ યાદવને જ્યારે અખિલેશની રથયાત્રા અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 3જીએ રથયાત્રા છે તો 5મીએ રજત જ્યંતિ છે. હું રજત જ્યંતિની તૈયારીઓમાં વ્યસ્ત છું.

શિવપાલ યાદવની આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવારથી શરૂ થનાર અખિલેશ યાદવની વિકાસ રથયાત્રાના અવસરે મુલાયમસિંહ અને શિવપાલ યાદવ ઉપસ્થિત ના રહે તો આશ્ચર્ય નહીં થાય, જોકે મુલાયમસિંહ યાદવ આજે દિલ્હીથી લખનૌ પહોંચી ચુક્યા છે પરંતુ હવે જોવાનું એ છે કે તેઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર રહે છે કે કેમ?

જોકે આ અગાઉ સમાજવાદી લોહિયા વાહિનીને સંબોધિત કરતાં શિવપાલ યાદવે એક વાત સ્પષ્ટ કરી હતી કે પાર્ટીનું સંગઠન સરકાર કરતાં મોટું છે. તેમણે કહ્યું કે, પાર્ટી માટે લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે. હું પણ ઘણીવાર જેલ ગયો છું. ભીડ જોઇ હું ઉત્સાહિત થઇ જાવ છું. પાર્ટીને ઉભી કરવામાં નેતાજીનું યોગદાન ઘણું મોટું છે. સરકારમાં રહેતાં પણ મેં ખોટા કામોનો વિરોધ કર્યો છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશ, શિવપાલ યાદવ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन