Home /News /gujarat /

શિવપાલે કહ્યું, હવે હું મંત્રી નથી, એટલે અખિલેશને આધીન નથી

શિવપાલે કહ્યું, હવે હું મંત્રી નથી, એટલે અખિલેશને આધીન નથી

ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને લઇને બુધવારે સાંજે દિલ્હી પહોંચેલા સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલે કહ્યું કે હવે તે અખિલેશના અંડરમાં નથી કારણ કે તે હવે અખિલેશના મંત્રી નથી.

ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને લઇને બુધવારે સાંજે દિલ્હી પહોંચેલા સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલે કહ્યું કે હવે તે અખિલેશના અંડરમાં નથી કારણ કે તે હવે અખિલેશના મંત્રી નથી.

  • Pradesh18
  • Last Updated :
લખનૌ #ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને લઇને બુધવારે સાંજે દિલ્હી પહોંચેલા સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલે કહ્યું કે હવે તે અખિલેશના અંડરમાં નથી કારણ કે તે હવે અખિલેશના મંત્રી નથી.

જનતા દળ યૂનાઇટેડના નેતા કે સી ત્યાગી અને શરદ યાદવ સાથે મુલાકાત બાદ શિવલાપે કહ્યું કે, અખિલેશને કોઇની વાતોમાં ન આવવું જોઇએ. તેણે પોતાના પિતાનું સન્માન કરવું જોઇએ. હવે હું મંત્રી નથી એટલા માટે હું અખિલેશને આધીન નથી. નેતાજી જે પણ આદેશ આપશે એનું પાલન કરીશ.

શિવપાલે કહ્યું કે, અખિલેશ સમજી નથી રહ્યો. એણે લોકોની વાતોમાં ન આવવું જોઇએ. અખિલેશે પોતાના પિતાની વાતો માનવી જોઇએ. છેવટે એમણે જ એને સીએમ બનાવ્યો છે.

પાર્ટી અને પરિવાર એક છે

જોકે એમણે કહ્યું કે, પાર્ટી અને પરિવારમાં કોઇ વિવાદ નથી. પાર્ટી અને પરિવાર એક છે. મુખ્યમંત્રીના ચહેરા અંગે શિવપાલે કહ્યું કે, જો બહુમતે મળે છે તો સીએમ જ મુખ્યમંત્રી હશે. મહાગઠબંધન મુદ્દે શિવપાલે કહ્યું કે, અમે સાંપ્રદાયિક તાકતોને હરાવવા ઇચ્છીએ છીએ. એટલા માટે આવા લોકોને સાથે લઇને ચૂંટણી મેદાનમાં ઉતરવા ઇચ્છીએ છીએ જે સમાજવાદી હોય લોહિયાવાદી હોય.

અખિલેશ બોલાવશે તો જોડાઇશ

અખિલેશની રથયાત્રામાં જોડાવા અંગે પુછાયેલા સવાલ અંગે જવાબ આપતાં શિવપાલે કહ્યું કે, જો અખિલેશ બોલાવશે તો 3 નવેમ્બરથી શરૂ થનાર કેમ્પેઇન યાત્રાના મંચ જરૂરથી જઇશ. જોકે અહીં નોંધનિય છે કે, આ રથયાત્રાને લઇને અટકળો તેજ બની રહી છે કે શિવપાલ, મુલાયમ અને એમના સમર્થક ધારાસભ્યો, મંત્રીઓ આ યાત્રાથી દુર રહે એમ છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, શિવપાલ યાદવ, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन