Home /News /gujarat /કન્હૈયાને રાષ્ટ્ર વિરોધી ગણાવવા પર ઉદ્ધવનું અલગ વલણ, આપ્યું આશ્ચર્યજનક નિવેદન

કન્હૈયાને રાષ્ટ્ર વિરોધી ગણાવવા પર ઉદ્ધવનું અલગ વલણ, આપ્યું આશ્ચર્યજનક નિવેદન

અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકાર દ્વારા જવાહર લાલ નેહરૂ યૂનિ. વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાને 'રાષ્ટ્ર વિરોધી' રૂપમાં રજૂ કરવો તે અયોગ્ય છે.

અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકાર દ્વારા જવાહર લાલ નેહરૂ યૂનિ. વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાને 'રાષ્ટ્ર વિરોધી' રૂપમાં રજૂ કરવો તે અયોગ્ય છે.

  • IBN7
  • Last Updated :
મુંબઇ# શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરકાર દ્વારા જવાહર લાલ નેહરૂ યૂનિ. વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાને 'રાષ્ટ્ર વિરોધી' રૂપમાં રજૂ કરવો તે અયોગ્ય છે.

અહીંયા પાર્ટીના પદાધિકારીઓની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પ્રથમ વાત એ છે કે, કન્હૈયા કુમાર કોણે પૈદા (ચર્ચિત) કર્યો? સરકાર આ અંગે વિચાર કરવો જોઇએ. તેણે રાષ્ટ્ર વિરોધી કહેવું તે ખોટું છે.

તેઓએ ચેતવ્યું કે, જો યુવાઓને આ પ્રકારે રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવશે તો, તેઓ દેશ માટે ખુલીને કામ નહીં કરી શકે અને ભારતીય જનતા પાર્ટી યુવાઓના સમર્થનથી હાથ ધોઇ બેઠશે.

ઉદ્ધવનું આ નિવેદન કન્હૈયાના આ આરોપના થોડા જ કલાક પછી આવ્યું હતુ, જેમાં તેઓએ કહ્યું છે કે, મુંબઇ-પૂણેના વચ્ચે જનારી જેટ એરવેઝની ફ્લાઇટમાં એક મુસાફરે કન્હૈયાનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. કન્હૈયા કુમાર અને કોલકાતાના માનસ ડી જે નામના મુસાફરને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

જોઇન્ટ પોલીસ કમિશનર દેવેન ભારતીએ કહ્યું કે, વિવાદમાં આઢ લોકો શામેલ હતા અને કન્હૈયા મામલાને વધારીને રજૂ કરી રહ્યાં છે. તેઓએ કેસ પણ દાખલ નથી કરાયો. તેમના મિત્ર એ જે ફરિયાદ નોંધાવી છે, તે ખોટી સાબિત થઇ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી રામ શિંદેએ પણ કહ્યું છે કે, કન્હૈયા પર કોઇ હુમલો થયો નથી.
First published:

Tags: અધ્યક્ષ, ઉદ્ધવ ઠાકરે, જેએનયુ વિવાદ, નિવેદન, શિવસેના

विज्ञापन
विज्ञापन