નવી દિલ્હી# બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' ની શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ ગઇ છે, જેનું શૂટિંગ નવી દિલ્હીમાં ચાલી રહ્યું હતું, પરંતુ ચિંતાની કોઇ વાત નથી કેમ કે, શ્રદ્ધાને વધુ ઇજા થઇ નથી, પરંતુ તેણીના પગમાં સામાન્ય મોચ આવી છે.
આ વાતની માહિતી તેણીએ ઇંસ્ટાગ્રામ અને ટ્વીટર પર પોતાના ફેન્સને આપી છે. તેણીએ પોતાના ઇજાગ્રસ્ત પગની તસ્વીર, જેમાં વાદળી રંગની પટ્ટી બાંધેલી છે, તેને અપલોડ કરતા લખ્યું છે કે, 'લિગામેન્ટ્સ માં ખેચાણ, પરંતુ બાસ્કેટબોલ કોર્ટ પર ખૂબ મજા આવી.'
ઉલ્લેખનીય છે કે, નિર્દેશક મોહિત સૂરીના નિર્દેશનમાં બની રહી ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે પોતે સોન્ગ ગાયું છે.