Home /News /gujarat /

સરકારે પરીક્ષાર્થીઓ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, હું તેમની સાથે છું : શંકરસિંહ વાઘેલા

સરકારે પરીક્ષાર્થીઓ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, હું તેમની સાથે છું : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા આજે ગાંધીનગરમાં ઉમેદવારોને મળ્યાં હતાં.

'આ પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પરંતુ સરકાર કંઇ સાંભળવા તૈયાર જ નથી અને જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તેને હું વખોડી કાઢું છું.'

    ગાંધીનગર : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનાં પેપરના સેન્ટરો ઉપર વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું ઉમેદવારો પુરાવા સાથે કહી રહી છે. તે છતાં, સરકારે કોઈ પગલાં નહીં ભરતા ગઇકાલે ત્રણ હજાર જેટલા ઉમેદવારો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શ માટે ઉમટી પડયા હતા. આ ઉમેદવારોએ આખો દિવસ અને આખી રાત ત્યાં જ વિતાવી હતી. જેના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી અને ગૌણ સેવા પસંદગી મંડળ સહિત સરકારી કચેરીઓ આસપાસ સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમાં 800થી વધુ યુવાનોને ડીટેઈન કરી અલગ અલગ સ્થળે મોકલી દેવાયા હતા. તોપણ આ ઉમેદવારોએ ચિમકી આપી હતી કે, જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.

    આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ જાહેર નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : યુવરાજસિંહ

    'હું તમારી સાથે છું'

    આ અંગે આજે સવારે શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોને મળીને સાંત્વના આપીને જરૂર પડે તો હું સરકાર અને રાજ્યપાલની સાથે વાત કરીશ તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલે ગુજરાતભરમાંથી બિન સચિવાલયની પરીક્ષાનાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતાં. જેમાં તેમણે સરાકારને પુરાવા સાથે કહ્યું હતું કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઇ છે પરંતુ સરકાર કંઇ સાંભળવા તૈયાર જ નથી અને જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે તેને હું વખોડી કાઢું છું. હું તમારી સાથે જ છું તમારે ક્યારે પણ મારી જરૂર પડે તો મને મળજો. સરકારે યુવાનોનું જેમાં ભવિષ્ય સંકળાયેલું છે તેની ચિંતા કરવી જોઇએ. સરકારે તેમના માટે માબાપનો રોલ નિભાવવો જોઇએ. પરંતુ આ તો સાવ તેનાથી ઉલટું છું. હું બહાર હતો તોપણ આ લોકોની વ્યથા જોઇને હું આવ્યો છું. સરકારને જ્યારે આટલા બધા લોકો કહે છે કે, આ પરીક્ષામાં ચોરી થઇ છે, પેપર ફૂટ્યાં છે તો સરકારે ઉમેદવારોને બોલાવીને પૂછવું જોઇએ, પરીક્ષા ફરી લેવી પડે તો લેવી જોઇએ. આટલી વાર થઇ છે તો છ મહિના વધારે સમય લાગે. સરકારે સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને અને આગેવાનોને મળવા બોલાવવા જોઇએ. લોકતંત્ર છે તો તેમણે બધાનું સાંભળવું જ પડશે, આવું ન ચાલે.

    જાણો પ્રદીપસિંહે શું કહ્યું? 

    ગઇકાલે પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૌણસેવા પસંદગી મંડળ બિન સચિવાલયન કારકૂન અન્ય જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં 6 લાખ કરતા વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્યમાં અત્યારે 25,000 કરતા વધારે યુવાનો રોજગારી આપવાનું કામ સરકારે કર્યું છે. 3173 પરીક્ષા કેન્દ્રોમાં 98 ટકા વધારે સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ 39 લેખીત ફરિયાદ 26 જેટલા વોટ્સએપના ચેટો પણ ફરિયાદ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરાવવા હજારો ઉમેદવારો ગાંધીનગરમાં, રાતે ટોઇલેટમાં સૂવા મજબૂર બન્યાં
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bin Sachivalay Exam, GSSSB, Shankarsinh Vaghela, ગાંધીનગર`, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन