પાકિસ્તાન રમવા નહીં જાય તો 15 મિલિયન ડોલરનું નુકશાનઃ શહરયાર ખાન
પાકિસ્તાન રમવા નહીં જાય તો 15 મિલિયન ડોલરનું નુકશાનઃ શહરયાર ખાન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત જવા કે ન જવા દેવા પર અંતિમ નિર્ણય હવે પાકિસ્તાન ગૃહમંત્રાલયે લેવાનો છે. ખાને કહ્યું કે, પરંતુ જો, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત નહી જાય તો તેને 15 મિલિયન ડોલરનું નુકશાન થઇ શકે છે. એટલું જ નહીં ખાને એ પણ કહ્યું કે, પીસીબી પર આઇસીસી કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.

નવી દિલ્હી# પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત જવા કે ન જવા દેવા પર અંતિમ નિર્ણય હવે પાકિસ્તાન ગૃહમંત્રાલયે લેવાનો છે. ખાને કહ્યું કે, પરંતુ જો, પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત નહી જાય તો તેને 15 મિલિયન ડોલરનું નુકશાન થઇ શકે છે. એટલું જ નહીં ખાને એ પણ કહ્યું કે, પીસીબી પર આઇસીસી કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.
શહરયાર ખાને IBN7ને આ વાતની પુષ્ટિ કરી છે કે, ભારત સરકારની સાથો સાથ પશ્ચિમ બંગાળની સરકાર અને બીસીસીઆઇ એ ટીમને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની ખાતરી આપી છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યું છે કે, જે કોઇભી ભારત આવશે, તેમને પુરી સુરક્ષા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આઇસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપને લઇને પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારત પ્રવાસ માટે અત્યાર સુધી લીલી ઝંડી મળી નથી. આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને કહ્યું હતુ કે, જ્યાં સુધી ભારત સરકાર દ્વારા અમારા ખેલાડીઓની સુરક્ષા અંગે લેખિત ગેરન્ટી નહીં મળે, ત્યાં સુધી અમે પોતાની ટીમને ભારત જવા માટેની મંજૂરી નહી આપીયે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર