અમદાવાદ (Ahmedabad) શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઘણા ટ્રાન્સજેન્ડરો (Transgender)એ તેમની આંતરિક ઇચ્છાઓને પૂરા દિલથી સ્વીકારવાનું નક્કી કર્યું છે. જેના પરિણામે એવા લોકોની સંખ્યામાં વધારો થયો છે, જેમને લિંગ-પરિવર્તન ઓપરેશન (sex-change operations) માટે માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્ર (Mental Health Certificate) આપવામાં આવ્યા હતા. ટ્રાન્સજેન્ડર એક્ટ (Transgender Act) કે જે, ટ્રાન્સજેન્ડર્સને સશક્ત બનાવે છે તે આ વલણને વેગ આપે છે. કેન્દ્ર અને રાજ્ય લોકોને લિંગ પરિવર્તન પહેલા માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્ર મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક અભિયાન ચલાવી રહી છે અને હવે ઘણા લોકોને હવે તેનો લાભ મળી રહ્યો છે.
2 વર્ષમાં 20થી વધુ પ્રમાણપત્રો
અમદાવાદ સિવિલ હોસ્પિટલે છેલ્લા બે વર્ષમાં 20થી વધુ માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્રો જારી કર્યા છે. જે પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા હતા, તેમાંથી 20 લોકો તેમના લિંગને પુરૂષમાંથી સ્ત્રીમાં બદલવા માંગતા હતા, બે સ્ત્રી તરીકે જન્મ્યા હોવા છતા તેઓ પુરુષ બનવા માંગતા હતા.
ટ્રાન્સજેન્ડર એક્ટ પહેલાની સ્થિતિ
2019માં ટ્રાન્સજેન્ડર એક્ટ લાગુ થયો તે પહેલા લિંગ પરિવર્તન માટે માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્રો માટે માત્ર બે કે ત્રણ અરજીઓ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં લિંગ પરિવર્તન માટેની એક પણ અરજી નકારી કાઢવામાં આવી નથી. જેઓ સેક્સ ચેન્જ કરવા ઇચ્છે છે તેમને માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા, કારણ કે આવો નિર્ણય લેવા માટે તેઓ માનસિક રીતે ફિટ હોવા જરૂરી છે. આવા લોકો તેમની માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવા માટે કાઉન્સેલિંગ પણ કરાવે છે.
2019માં આવ્યો ટ્રાન્સજેન્ડર એક્ટ
સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, 2016માં કેન્દ્રએ ટ્રાન્સજેન્ડરો માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. પાછળથી ટ્રાન્સજેન્ડર (અધિકારોનું રક્ષણ) બિલ પસાર થયું અને 2019માં તે કાયદો બન્યો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે, કાયદાનો હેતુ ટ્રાન્સજેન્ડરોને સન્માન આપવાનો હતો અને લિંગ પરિવર્તનમાં વધારો થવો તેના પરિણામનો જ ભાગ છે. કાયદો જણાવે છે કે, કોઈપણ વ્યક્તિ કે જે એક લિંગમાં જન્મે છે પરંતુ અન્ય લિંગના હોવાનું સામે આવે છે તો પછી તે કાયદાકિય માન્યતા મેળવી શકે છે.
સેક્સ ચેન્જ ઓપરેશન માટે હોર્મોનલ સારવારની જરૂર પડે છે અને સેક્સ ચેન્જ ઓપરેશન પહેલાં માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્રો જરૂરી નથી, જોકે વર્લ્ડ પ્રોફેશનલ એસોસિએશન ફોર ટ્રાન્સજેન્ડર હેલ્થ (WPATH) અને ડોક્ટરો તેની ભલામણ કરે છે.
મૂળ ઉત્તર ગુજરાતના એક નાના શહેરની અમદાવાદની રહેવાસી 35 વર્ષીય યુવતીએ તેનું લિંગ પરિવર્તન કરી પુરૂષ બની હતી. તેમણે અંગ્રેજી સમાચારપત્રને આ અંગે જણાવતા કહ્યુ હતુ કે, “હું સ્ત્રી શરીરની જન્મ્યો હતો. પરંતુ મારો આત્મા પુરુષ હતો. મેં પુરુષોની સંગતિનો આનંદ માણ્યો અને તેમની જેમ જીવ્યો પણ ખબર ન પડી કે મને કેમ કંઇક અલગ લાગતું હતું અને તે અંગે સતત ચિંતા થતી હતી. મને પછીથી સમજાયું કે, હું એક પુરુષ છું અને તેથી મેં હોર્મોનલ થેરાપી કરાવી અને પછી સેક્સ-ચેન્જ ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. મને સૌપ્રથમ માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું અને તેના માટે કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.” તેણે વડોદરમાં આ ઓપરેશન કરાવ્યું હતું અને હાલ પુરૂષ તરીકે જીવન જીવે છે.
અમદાવાદમાં એક 30 વર્ષીય વ્યક્તિ જે હવે એક મહિલા છે, તેમણે કહ્યું કે, શરૂઆતમાં તેમને સ્વીકારવું મુશ્કેલ હતું કે તે એક સ્ત્રી જેવી લાગે છે અને તેને છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેણે જણાવ્યું કે, “મારા પરિવારની બહાર કોઈ આ વાત જાણતું નથી પરંતુ આખરે હું એક મહિલા તરીકે મારી ઓળખ સ્વીકારવા માંગુ છું અને સેક્સ ચેન્જ કરાવવા ઈચ્છું છું.”
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના એચઓડી ડૉ. મિનાક્ષી પરીખે જણાવ્યું હતું કે, લિંગ પરિવર્તન માટે માનસિક સ્વાસ્થ્ય પ્રમાણપત્ર મેળવવા માંગતા લોકોની સંખ્યામાં વધારો થયો છે, જોકે ચોક્કસ આંકડાઓ હજુ ખ્યાલ નથી. સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડૉ. શાર્દુલ સોલંકીએ જણાવ્યું હતું કે, કાયદો લાગુ થયા પછી ટ્રાન્સજેન્ડર અધિકારો વિશે જાગૃતિ વધી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર