દેશભરમાં પુરૂષોની તુલનામાં મહિલાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેવામાં પ્રથમ વાર ગુજરાતમાં પણ સેક્સ રેશિયોમાં ઘટાડો થતાં બેટી બચાવોના દાવાઓ અને ઝુંબેશ પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. તે ઉપરાંત બાળકીઓના જન્મમાં દિવસો-દિવસ આવી રહેલા ઘટાડાના કારણે સ્વભાવિક રીતે આવનારા સમયમાં ગુજરાતમાં વાંઢાઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.
દેશનાં 21 મોટાં રાજ્યો પૈકી 17 રાજ્યોમાં સેક્સ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ જે 17 રાજ્યોમાં સેક્સ રેશિયોમાં 10 પોઇન્ટ અથવા વધુનો ઘટાડો નોંધાયો છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પ્રતિ 1,000 પુરુષે સ્ત્રીની સંખ્યા 907 હતી તે ઘટીને 854 થઈ છે. આ રીતે ગુજરાતના સેક્સ રેશિયોમાં 53 પોઇન્ટનો ઘટાડો થયો છે.
હરિયાણામાં આ બાબતે 35 પોઇન્ટના ઘટાડા સાથે ગુજરાત પછીના ક્રમે છે. હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા નામે બહાર પડેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 32, ઉત્તરાખંડમાં 27, મહારાષ્ટ્રમાં 18, હિમાચલમાં 14, છત્તીસગઢમાં 12, કર્ણાટકમાં 11 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. અહેવાલમાં ગર્ભપરીક્ષણ વિરોધી કાયદાઓનો કડકપણે અમલ કરવા માટેની ચેતવણી પણ આપવામાં આવી છે. કન્યાના જન્મને પ્રોત્સાહન આપવામાં આવે તો જ સ્થિતિમાં સુધરો આવી શકે તેમ છે.
પંજાબ,ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં સેક્શ રેશિયામાં થયો વધારો
અહેવાલમાં જણાવ્યા મુજબ પંજાબમાં સેક્સ રેશિયોમાં 19 પોઇન્ટ જેટલો સુધારો નોંધાયો છે. ઉત્તર પ્રદેશમાં 10 પોઇન્ટ અને બિહારમાં 9 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સેક્સ સિલેક્ટિવ ગર્ભપાતને કારણે કન્યાના જન્મદરમાં ઘટાડો નોંધાતો હોય છે. આમ ગતિશીલ ગણાતા રાજ્યમાં સેક્સ રેશિયાને લઈને પછાતપણું જોવા મળી રહ્યું છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ઉડતા પંજાબમાં પણ આ બાબતે સ્થિતિમાં સારો એવો સુધારો થયો હોવાથી બીજા રાજ્યોને નોંધ લેવી જરૂરી છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર