Home /News /gujarat /

'તારી બહેન ધાબા પર છે,' કહીને યુવકે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં

'તારી બહેન ધાબા પર છે,' કહીને યુવકે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના નરોડા વિસ્તારનો બનાવ, આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલા ઔડાના ફ્લેટમાં 7 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે અડપલાં કર્યા હોવાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. યુવક બાળકીને તેની બહેન ધાબા પર છે તેમ કહી ધાબે લઈ ગયો હતો અને બાદમાં બાળકીના કપડાં ઉતારીને તેણી સાથે અડપલાં કર્યા હતા. આ કેસમાં પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

    નરોડા રોડ પર આવેલા ઔડાના ફ્લેટના મકાનમાં એક પરિવાર રહે છે. આ જ ફ્લેટમાં એક યુવક રહે છે. રાતે પરિવારની સાત વર્ષની બાળકી પાડોશી યુવકને ત્યાં આરતીમાં ગઈ હતી. થોડીવાર બાદ બાળકી રડતી રડતી પરત આવી હતી.

    બાળકીને રડતી જોઈને માતાએ તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પાડોશીના અધમ કૃત્ય વિશે જાણીને માતા હેબતાઈ ગઈ હતી. બાળકીએ જણાવ્યું કે, 'હું દીદીને શોધવા ઉપરના માળે ગઈ ત્યારે પાડોશી અંકલ મળ્યાં હતાં. તેમણે દીદી ધાબે ગઈ છે તેમ કહ્યું હતું. જેથી હું ધાબે જતા અંકલ આવ્યા હતા અને તેમણે મારા કપડાં ઉતારી નાખ્યાં હતાં. હું ડરીને નીચે આવી ગઈ હતી.'

    આ બાબતે બાળકીની માતાએ પાડોશી શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાળકીની આવી વાત બાદ પાડોશીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે બાળકીની માતા સાથે ઝઘડો કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Naroda, અમદાવાદ, ગુનો, પોલીસ`

    આગામી સમાચાર