Home /News /gujarat /

2000 રૂપિયા સુધી ક્રેડિટ, ડેબિટ કાર્ડની લેણદેણ પર નહીં લાગે સર્વિસ ટેક્સ

2000 રૂપિયા સુધી ક્રેડિટ, ડેબિટ કાર્ડની લેણદેણ પર નહીં લાગે સર્વિસ ટેક્સ

નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા નવા પગલાં ભરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે હવે 2000 રૂપિયા સુધી ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી કરાયેલ લેણદેણ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #નોટબંધી બાદ કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા નવા પગલાં ભરાઇ રહ્યા છે. જેના ભાગરૂપે હવે 2000 રૂપિયા સુધી ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી કરાયેલ લેણદેણ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.

ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરાતાં 14 ટકા સર્વિસ ટેક્સ વસુલવામાં આવે છે. જે મુજબ 2000 રૂપિયાના પેમેન્ટ પર તમારા 280 રૂપિયા બચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લેક મનીને નાથવા માટે નોટબંધી કરતાં લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિર્ણય મુજબ 500 અને 1000 રૂપિયાની જુની નોટો 8મી નવેમ્બરની મધરાતથી રદ કરી દેવાઇ છે.

આ અગાઉ ભારતીય રેલવે દ્વારા ટિકિટોની ઓનલાઇન બુકિંગ પર હવે ટેક્સ નહીં લગાવવાની જાહેરાત કરી હતી. એ મુજબ 23 નવેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે ટિકિટોની કેશલેસ બુકિંગને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો હતો.

સરકારે મુસાફરોની સુવિધા માટે રેલવે બુકિંગ બારીથી ટિકિટ ખરીદવા તથા રેલવે માન્યતા પ્રાપ્ત રેસ્ટોરન્ટમાં ખાણી પીણી ખરીદવા માટે 24 નવેમ્બર સુધી જુની નોટ સ્વીકારવાની છુટ આપવામાં આવી હતી.
First published:

Tags: ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નોટબંધી, રેલવે

આગામી સમાચાર