Home /News /gujarat /રેલવે બજેટ રજૂ થતાં જ શેર બજારમાં કડાકો, નિફ્ટી 7000ની અંદર

રેલવે બજેટ રજૂ થતાં જ શેર બજારમાં કડાકો, નિફ્ટી 7000ની અંદર

રેલવે બજેટ રજૂ થઇ ચૂક્યું છે અને રેલવે બજેટ રજૂ થતાની સાથે જ બજારની ચાલ ધીમી પડી ગઇ છે. સવારે બજાર ઓપન થયા બાદ બજાર રેલવે બજેટ રજૂ થતા પહેલા જ 7000થી નીચે આવી ગયું હતુ.

રેલવે બજેટ રજૂ થઇ ચૂક્યું છે અને રેલવે બજેટ રજૂ થતાની સાથે જ બજારની ચાલ ધીમી પડી ગઇ છે. સવારે બજાર ઓપન થયા બાદ બજાર રેલવે બજેટ રજૂ થતા પહેલા જ 7000થી નીચે આવી ગયું હતુ.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# રેલવે બજેટ રજૂ થઇ ચૂક્યું છે અને રેલવે બજેટ રજૂ થતાની સાથે જ બજારની ચાલ ધીમી પડી ગઇ છે. સવારે બજાર ખુલ્યા બાદ બજાર રેલવે બજેટ રજૂ થતા પહેલા જ 7000થી નીચે આવી ગયું હતુ. હાલ સેન્સેક્સમાં આશરે 50 પોઇન્ટ્સનો ઘટાડો દેખાય રહ્યો છે. લાર્જકેપ અને સ્મોલકેપ શેર્સમાં 0.26-0.28 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે, પરંતુ મિડકેપ શેર 0.62 ટકાના ઘટાડા સાથે કારોબાર છે.

હાલ બીએસઇના 30 શેરોવાળું મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 49.52 પોઇન્ટ એટલે 0.21 ટકાના ઘટાડા સાથે 23039ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. તો એનએસઇના 50 શેરોવાળું મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 24.90 પોઇન્ટ એટલે 0.35 ટકા ઘટીને 6993ના સ્તર પર આવી ગયું છે.

બજારમાં એફએમસીજી, મેટલ અને ફાર્માને છોડીને બાકી તમામ સેક્ટોરિયલ સેઇન્ડેક્સ ઘટાડા વાળા લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે અને ઇન્ફ્રા, આઇટી, મીડિયા અને પીએસયૂ બેંકોમાં 1 ટકાથી વધુ ઘટાડો દેખાય રહ્યો છે. બેંક નિફ્ટી 0.67 ટકા અને ઓટો સેક્ટર 0.72 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યું છે. એફએમસીજીમાં 0.25 ટકા અને મેટલ શેર્સમાં 0.39 ટકાનો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે.

નિફ્ટી 50 દિગ્ગજ ચઢનાર શેર્સમાં કોલ ઇન્ડિયા 2.46 ટકા અને ટાટા પાવર 1.38 ટકાની તેજી પર છે. સન ફાર્મા માં 1.33 ટકા અને હિંડાલ્કોમાં 1.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી, એચડીએફસી, સિપ્લા, એચયૂએલ અને એમ એન્ડ એમ માં 1.17 - એચયૂએલ માં 0.46 ટકાની તેજીની સાથે કારોબાર થઇ રહ્યો છે.

દિગ્ગજ ઘટાડા વાળા શેર્સમાં પાવર ગ્રુડ 4.87 તૂટ્યો છે અને ગેલ 2.85 ટકા નીચે છે. ઝી એન્ટરટેનમેન્ટમાં 2.53 ટકાની નબળાઇ છે. અદાણી પોર્ટ્સ, એસીસી, એસબીઆઇ, બીપીસીએલ, યસ બેંક અને વિપ્રોમાં 2.02-1.76 ટકાના ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે.
First published:

Tags: નિફ્ટી, રેલવે બજેટ 2016, શેર બજાર, સેન્સેક્સ

विज्ञापन
विज्ञापन