અમદાવાદ: શહેરમાં (Ahmedabad news) નત નવી મોડસ ઓપરેન્ડીથી લોકો હવે એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આનંદ નગર 100 ફૂટ રોડ પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક રીક્ષા ચાલકે સાયકલ લઈને જઈ રહેલા વૃદ્ધને અથડાઈને તેના હાથમાં રહેલી થેલી વૃદ્ધના મોઢા તરફ જોરથી વીંઝી. જોકે, વૃદ્ધએ સોરી કહેતા રિક્ષા ચાલક ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં વૃદ્ધને મોબાઈલની જરૂર પડતાં ખિસ્સામાં જોયું તો મોબાઈલ ફોન ગાયબ હતો. આ અંગે આનંદનગર પોલીસે (Ahmedabad Police) વધુ તપાસ હાથ ધરી છે.
સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પાર્ક હિલ બંગલોમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા પ્રવિણચંદ્ર શાહ બુધવારે બપોરના સમયે સાયકલ લઈને તેમના ઘરેથી પ્રહલાદ નગર રોડ પર આવેલી બેંક ઓફ બરોડા જવા માટે નીકળ્યા હતા. 100 ફૂટ રોડ રિવેરા આર્કેડ બિલ્ડિંગમાં આવેલી કિરણ મોટર્સની આગળ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક રિક્ષા ચાલક પાછો પડીને ફરિયાદીની સાયકલને અથડાયો હતો. જે બાદ તેના હાથમાં રહેલી થેલી ફરિયાદીના મોઢા તરફ જોરથી વીંઝીને કહ્યું હતુ કે, તમારી જગ્યાએ બીજા કોઈ હોત તો એક ઝાપટ મારી દેત. જે બાદ ફરિયાદીએ તેને સોરી કહેતા રિક્ષા લઈને જતો રહ્યો હતો.
બાદમાં ફરિયાદીને બેંકનું લોકેશન જોવા માટે શર્ટના ખિસ્સામાંથી મોબાઇલ કાઢવા ગયો પરંતુ મોબાઈલ ગાયબ હતો. ફરિયાદી ઘરે પહોંચીને તેમના મોબાઈલ પર ફોન લગાવતા ફોન બંધ આવતો હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં આવો જ એક ચોરીનો વિચિત્ર અન્ય કિસ્સો પણ સામે આવ્યો હતો. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારની હદમાં આવેલી ફતેહવાડી વિસ્તારમાં ભેંસ ચરાવવા ગયેલા વ્યક્તિ પાસે ભેંસ લૂંટ કરવામાં આવી અને ખિસ્સામાં રહેલા 1500 રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાનો વિચિત્ર બનાવ સરખેજ પોલીસમાં નોંધાયો છે. લૂંટારુઓ પાસેથી ભેંસ ખરીદનાર બે શખ્સોની પોલીસએ ધરપકડ કરી છે. જોકે, હજુ 13 ભેંસની લૂંટ કરી ગયેલા ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેમને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર