આવતી કાલે એટલે ત્રીજી ડિસેમ્બરથી દરેક જગ્યાએથી અલગ અલગ કરેલો કચરો જ સ્વીકારવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. નાગરીકોને કચરો અલગ તારવવા માટે લીલા અને વાદળી રંગના બીન આપવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાંથી સૂકા અને ભીના કચરાને અલગ એકત્ર કરી તેનો નિકાલ કરવાનાં પ્રોજેકટને સફળ બનાવવા માટે રવિવારે નાગરિકોને જાગૃતિ આપવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓ આ ઝૂંબેશ રવિવારે સવારે સાતથી રાતનાં 10 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. શહેરના તમામ ગાર્ડનમાં એએમસીના અધિકારીઓ લોકોને કઇ રીતે સૂકો અને ભીનો કચરો છૂટા પાડવામાં આવે તેની માહિતી આપી રહ્યાં હતાં. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા પણ શહેરના પરિમલ ગાર્ડનમાં જઇને લોકોને સમજાવ્યાં હતાં.
કમિશનર વિજય નહેરાએ કહયું કે, અમદાવાદ શહેરને દેશનાં સૌથી સ્વચ્છ શહેર બનાવવાની દિશામાં આ એક મહત્વનુ પગલુ સાબિત થશે.