Home /News /gujarat /

પાક ટીમની સુરક્ષાની જવાબદારી આઇસીસી અને ભારતની : શહરયાર ખાન

પાક ટીમની સુરક્ષાની જવાબદારી આઇસીસી અને ભારતની : શહરયાર ખાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના ચેરમેન શહરયાર ખાને કહ્યું છે કે, વિશ્વ ટી-20માં પાકિસ્તાની ટીમની સુરક્ષાની ખાતરી આપવાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) અને ભારત સરકાર બન્નેની જવાબદારી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના ચેરમેન શહરયાર ખાને કહ્યું છે કે, વિશ્વ ટી-20માં પાકિસ્તાની ટીમની સુરક્ષાની ખાતરી આપવાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) અને ભારત સરકાર બન્નેની જવાબદારી છે.

  • IBN7
  • Last Updated :
કરાચી# પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના ચેરમેન શહરયાર ખાને કહ્યું છે કે, વિશ્વ ટી-20માં પાકિસ્તાની ટીમની સુરક્ષાની ખાતરી આપવાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) અને ભારત સરકાર બન્નેની જવાબદારી છે. ખાને લાહોરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પીસીબી વિશ્વ ટી-20ની તમામ ઘટનાઓ અને પાકિસ્તાનની એમાં ભાગીદારી પર નજીકથી નજર રાખી રહ્યું છે.

ભારતમાં પાકિસ્તાની ટીમની સુરક્ષા અંગે પુછવામાં આવતા, ખાને કહ્યું કે, અમારી સરકારે એ શર્ત પર ભારત મોકલવાની અનુમતિ આપી છે કે, ત્યાં અમારા ખેલાડિયોની સુરક્ષા માટેની ચિંતા છે નહીં. પાકિસ્તાનને વિશ્વ ટી-20માં ધર્મશાળા માં ભારતના વિરૂદ્ધ મેચ રમાનાર છે, પરંતુ ભારતના અમુક નેતાઓ અને મંત્રિયોએ કહ્યું છે કે, તેઓ આ પહાડી વિસ્તારમાં આ મેચને યોજવા માટે અનુમતિ નહીં આપે.

આ અગાઉ પાકિસ્તાન સરકારે પોતાની ક્રિકેટ ટીમને આવતા મહિને યોજાનાર ટી-20 વિશ્વ કપ માટે ભારત જવાની અનુમતિ આપી છે. પરંતુ ટીમના માટે સુરક્ષાને લઇને ખાસ વ્યવસ્થા કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ મામલા પર ઘણા સમયથી ચાલી રહેલ અટકળોને વિરામ આપતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને કહ્યું હતું કે, સરકારે આઠ માર્ચથી શરૂ થનાર ટૂર્નામેન્ટના માટે ભારત જવા માટેની અનુમતિ આપી દીધી છે.

શહરયારે એક રિલીઝમાં કહ્યું હતુ કે, મને ખુશી છે કે, અમારી સરકારે ટીમને ભારત જવા માટે અનુમતિ આપી દીધી છે. અમે આઇસીસી પાસે પાકિસ્તાન ક્રિકેટ ટીમના માટે ભારતમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. પીસીબી એ કહ્યું હતુ કે, આઇસીસી ટૂર્નામેન્ટ ના માટે ટીમ ત્યારે ભારત જશે, જ્યારે તેને સરકાર દ્વારા મંજૂરી મળી જશે. તેઓએ એ પણ કહ્યું કે, ટૂર્નામેન્ટથી નામ પરત લેવાથી તેઓને આઇસીસીને ભારે દંડ ભરવો પડશે.
First published:

Tags: આઇસીસી, ટી-20, ટીમ, પાકિસ્તાન, પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ, ભારત સરકાર, સુરક્ષા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन