Home /News /gujarat /

માતાનાં અગ્નિ સંસ્કારનાં કલાકમાં જ શિક્ષક ચૂંટણી ફરજમાં જોડાયા

માતાનાં અગ્નિ સંસ્કારનાં કલાકમાં જ શિક્ષક ચૂંટણી ફરજમાં જોડાયા

શિક્ષક પોપટલાલ પટેલ

એક તરફ પોપટભાઈ પટેલ પર આવી પડેલા દૂ:ખ પ્રત્યે સંવેદના હતી તો બીજી તરફ ચુંટણી ફરજ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા પર ગૌરવ પણ હતું.

    હિંમ્મતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે માહિતી કચેરી ખાતે કાર્યરત મિડીયા મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલના આ શબ્દોમાં ચુંટણી ફરજ પ્રત્યેની નખશીખ નિષ્ઠા ટપકે છે એટલું જ નહી પરંતુ અન્ય સૌ કોઈને પ્રેરણા પણ પુરી પાડે છે.

    લોકસભા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે. મહત્તમ મતદાન થાય તેની સાથે સાથે શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા ચુંટણી તંત્ર ખડે પગે કાર્યરત છે. જિલ્લામાં પેઈડ ન્યુઝ તથા અન્ય સમાચારોના મોનીટરિંગ માટે સાબરકાંઠા માહિતી કચેરીમાં મિડીયા સેન્ટર કાર્યરત કરાયું છે.

    આ મિડીયા સેન્ટરમાં ૨૧ જેટલા શિક્ષકોને “રાઉન્ડ ધ ક્લોક” ફરજ સોંપાઈ છે. ત્રણ શીફ્ટમાં ૭-૭ શિક્ષકો ફરજ બજાવે છે અને સમાચારો પર દેખરેખ રાખે છે. અહીં ફરજ બજાવતા શિક્ષક પોપટભાઈ પટેલ શિક્ષક તરીકે પોશીના તાલુકાના મતરવાડા-૨ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમના માતા શાંતાબેનનું તાજેતરમાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાથી ભાંગી પડેલા શિક્ષક પોપટભાઈ પટેલે તંત્રને જાણ કરી તરતજ પોતાના વતન પ્રાંતિજ તાલુકાના અંબાવાડા જવા ઉપડ્યા...

    મનમાં માતાના અવસાનનો ઘેરો શોક હતો.. સાથે સાથે મનમાં માતા સાથેના સંસ્મરણોનું ઘોડાપુર હતું... બેશક કોઈ પણ વ્યક્તિ માતાના અવસાનના આઘાતને સહન ન જ કરી શકે.. પોપટભાઈ પટેલ પણ એ જ અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા.. પોતાના ગામ પહોંચ્યા અને પરિવારજનોની હાજરીમાં અગ્નિસંસ્કાર સંપન્ન થયા.

    માતા સ્વ. શાંતાબેનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો...અને પોપટભાઈ પટેલના તન-મન પર સવાર એવી ચુંટણી પ્રત્યેની ફરજ યાદ આવી... પરિવારજનોને મળ્યા ના મળ્યા અને તરતજ પોતાની મિડીયા મોનીટરિંગની ફરજ પર હાજર થઈ ગયા. તેમને પરત આવેલા જોઈને સાથી કર્મચારી એવા શિક્ષકો પણ મુંઝવણમાં પડી ગયા..

    એક તરફ પોપટભાઈ પટેલ પર આવી પડેલા દૂ:ખ પ્રત્યે સંવેદના હતી તો બીજી તરફ ચુંટણી ફરજ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા પર ગૌરવ પણ હતું. પોપટભાઈ પટેલ તો આવીને માતા સાથેના સંસ્મરણો વાગેળતા વાગોળતા તેમને અગાઉથી સોંપવામાં આવેલી ન્યુઝ ચેનલ સામે ગોઠવાઈ ગયા... અને શરુ થઈ પાછી સમાચારની સફર .

    પોપટભાઈ પટેલ કહે છે કે, “ મા, તો કોને વ્હાલી ના હોય...? મેં પણ માતાની આંગળી પકડીને જીવનની અનેક ડગલીઓ માંડી છે...તડકી-છાયડીઓ જોઈ છે.. માતાના અવસાન પછી મારા પરિવારજનોને પણ મારી જરૂર હતી... મારા ભાઈઓ- ઈચ્છતા હતા કે હું તેમની સાથે રહું... થોડો સમય વિતાવું તો દુ:ખ વહેંચાય.. પણ મેં વિચાર્યું હતું કે મેં મારી માતાને અગ્નિ સંસ્કારનો મારો અધિકાર ભોગવ્યો, પણ હવે સમય હતો મારી ફરજ અદા કરવાનો... અને એટલે જ હું તરતજ મારી ફરજ પર હાજર થઈ ગયો...” એમ તેઓ ઉમેરે છે.

    માહિતી સ્ત્રોત (માહિતી વિભાગ) 
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Himmatnagar, Lok sabha polls, Teacher, Voting, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन