Home /News /gujarat /

અમદાવાદ: સ્કૂલ પાસે આવેલા ગેસ સિલિન્ડર ગોડાઉનનો વિરોધ, 15ની અટકાયત

અમદાવાદ: સ્કૂલ પાસે આવેલા ગેસ સિલિન્ડર ગોડાઉનનો વિરોધ, 15ની અટકાયત

નિકોલમાં ગેસ સિલિન્ડરના ગોડાઉન પાસે છે સ્કૂલ

સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે દૂર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

    સંજય ટાંક, અમદાવાદ: નિકોલ વિસ્તારમાં સ્કૂલ પાસે જ આવેલા આવેલા ગેસ ગોડાઉનનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જે મામલે પોલીસ દ્વારા 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    સુરતમાં ટ્યુશન ક્લાસમાં બનેલી આગની ઘટનામાં 20 લોકોના મોત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી વિનાના ક્લાસીસોને નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે અમે આપને બતાવી શું એવી સ્કૂલ કે જ્યાં ગમે ત્યારે દૂર્ઘટના સર્જાઈ શકે છે. કોઈપણ સમયે આ સ્કૂલ આસપાસનો વિસ્તાર પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ શકે છે. શું છે આ સ્કૂલની હકીકત જોઈએ આ અહેવાલમાં.

    નિકોલના સુકન ચારરસ્તા વિસ્તારમાં આવેલી આ છે શ્રી ચાણક્ય સંકુલ. જ્યાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલની બરાબર બાજુમાં એક જ દીવાલને અડીને ગેસના બાટલાનું ગોડાઉન છે. સુરત જેવી આકસ્મિક ઘટના ગમે ત્યારે અહીં પણ બની શકે છે ત્યારે તંત્રએ ગેસના બાટલાના ગોડાઉનમાં સ્કૂલ બનાવવાની પરમિશન કેવી રીતે આપી. આ સ્કૂલની પરમિશન કોણે આપી. જો કોઈ દૂર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની. શું તંત્ર સુરત જેવી ઘટના અમદાવાદમાં બને તેની રાહ જોઈ રહ્યું છે, તેવા અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યાં છે.


    સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલને અને ગેસના ગોડાઉન સંચાલકોને ફાયર સેફ્ટી અંગેની નોટિસ આપી છે. પરંતુ શું આ નોટિસ આપવાથી તંત્રની જવાબદારી પતી ગઈ. સ્થાનિક લોકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે છતાં કેમ પગલા લેવામાં આવતા નથી. સ્થાનિક લોકો કહે છે કે, અહીં 35 વર્ષથી ગેસનું ગોડાઉન છે. જ્યારે 12 વર્ષ પહેલા જ સ્કૂલ બની છે તો પછી સ્કૂલ ગેસના ગોડાઉન પાસે બની કેવી રીતે. અહીં ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો પણ સુરતની ઘટના બાદ ભયના ઓથાર હેઠળ જોવા મળી રહ્યાં છે અને ગેસના ગોડાઉનને અહીંથી દૂર ખસેડવા માંગ કરી રહ્યાં છે.

    આ પણ વાંચો: PM મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ તે ખાનપુર કાર્યાલય કોનું ઘર હતું?

    અકસ્માત ક્યારેય કહીને નથી થતો ત્યારે નિકોલના સૂકન ચાર રસ્તા પાસે ગેસના ગોડાઉન પાસે જ સ્કૂલ મામલે તંત્રએ વિચારવું પડશે. સુરતની ઘટના બાદ ક્લાસીસ સામે પગલા લેવા માટે તંત્ર સજ્જ બનતું હોય તો આ પ્રકારે શાળાઓ સામે પણ પગલા લેવા તંત્રએ કાર્યવાહી કરવી પડશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gas cylinder, School

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन