Home /News /gujarat /

સ્કૂલ ફી મામલે સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય, સુનાવણી એક મહિના પહેલા કરાશે

સ્કૂલ ફી મામલે સુપ્રીમકોર્ટનો મહત્વનો નિર્ણય, સુનાવણી એક મહિના પહેલા કરાશે

સરકારે ધારાસભામાં ૧પ૦૦૦, રપ૦૦૦ અને ર૭૦૦૦ની ફી નકકી કરી હતી...

સરકારે ધારાસભામાં ૧પ૦૦૦, રપ૦૦૦ અને ર૭૦૦૦ની ફી નકકી કરી હતી...

    ગુજરાત સરકાર સરકાર દ્વારા ખાનગી સ્કુલ સંચાલકો સામે ફી નિર્ધારણ મુદ્દે લાલ આંખ કરતા અને ગુજરાત હાઈકોર્ટમાં પણ લપડાક પડતા સુપ્રિમ કોર્ટ પહોંચેલા ખાનગી શાળા સંચાલકોને દેશની સર્વોચ્ચ અદાલતે પણ લપડાક આપી વાલીઓ તરફી મહત્વનો નિર્ણય લીધો છે.

    આજે સુપ્રિમ કોર્ટના વકિલ દેશરત્ન નિગમે આ મુદ્દે જણાવ્યું કે, હું વાલીઓ તરફથી અધિવક્તા છું. આજે સુપ્રિમ કોર્ટે વાલીઓ તરફ મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી સ્કુલો એક સાથે 2018-19ની ફી લેવા માંગે છે. જેનો મે સુપ્રિમ કોર્ટમાં વિરોધ કર્યો, અને જણાવ્યું કે ટર્મ પ્રમાણે જ ફી લેવી જોઈએ.

    આ મુદ્દે વધુમાં વકીલ દેસરત્ન નિગમે કહ્યું કે, મારી દલીલ બાદ સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કાયદા પ્રમાણે એક સાથે સ્કુલ ફી લઈ શકતી નથી. જો આ રીતે વાલી પાસે ફી વસુલવામાં આવશે તો સ્કુલ સંચાલકોએ વિદ્યાર્થીઓને ફી પાછી આપવી પડશે. આ બાજુ સ્કુલ સંચાલકો ખાનગી સ્કૂલ સમય મર્યાદામાં વધારો કરવા માંગે છે. વકીલ દેશરત્ન નિગમે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ ખાનગી સ્કુલના સંચાલકોના ઈરાદાને સમજી લીધો, જેથી આ મુદ્દે સુનાવણી એક મહિના પહેલા કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા 3મેના રોજ સુનાવણી થવાની હતી. હવે 4 એપ્રિલે જ સુનાવણી હાથ ધરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ સરકારે ધારાસભામાં ૧પ૦૦૦, રપ૦૦૦ અને ર૭૦૦૦ની ફી નકકી કરી હતી. જે ખરડાને રાજયપાલની મંજુરીની મહોર મળી હતી. રાજ્ય સરકારે ફી નિયમન વિધેયક લાગુ કરીને ફી નિર્ધારણ સમિતિ બનાવી છે. જેની વિરુદ્ધ ખાનગી શાળા સંચાલકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દેતા સરકારે નિમેલી ફી નિર્ધારણ સમિતિને બંધારણીય ગણાવી હતી. જેના કારણે ખાનગી શાળા સંચાલકોને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે શાળા સંચાલકોએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Done, Hearing, Important, Month, Supreme Court, ચુકાદો

    આગામી સમાચાર