Home /News /gujarat /

જાણો, કઇ શાળા કેટલી ફી વસૂલી શકશે તેમજ કાયદા ભંગ ઉપર શું છે દંડ !

જાણો, કઇ શાળા કેટલી ફી વસૂલી શકશે તેમજ કાયદા ભંગ ઉપર શું છે દંડ !

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ રેગ્યુલેશન ફી બિલ-2017ને વિધાનસભા ગૃહમાં પાસ કરીને તેને કાયદાનું સ્વરૂપ પણ અપાયુ છે.

ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ રેગ્યુલેશન ફી બિલ-2017ને વિધાનસભા ગૃહમાં પાસ કરીને તેને કાયદાનું સ્વરૂપ પણ અપાયુ છે.

અમદાવાદ: વાલીઓની સૌથી મોટી સમસ્યાનું નિરાકરણ આવી ગયુ છે ત્યારે હવે કઇ શાળા કેટલી ફી ઉઘાવી શકશે તેની અધિકૃત માહિતી પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ રેગ્યુલેશન ફી બિલ-2017ને વિધાનસભા ગૃહમાં પાસ કરીને તેને કાયદાનું સ્વરૂપ પણ અપાયુ છે. આ બિલ પ્રમાણે તમામ ખાનગી શાળાઓ જેવી કે રાજ્યનાં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી ICSE, CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓને આ ફી અધિનિયમ કાયદો લાગુ પડશે.

આ મુજબ, પ્રાથમિક શિક્ષણ માટે રૂ. 15 હજાર, માધ્યમિક શિક્ષણ માટે રૂ. 25 હજાર અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ માટે રૂ. 27 હજાર ફી નક્કી કરવામાં આવી છે. આ નવી ફીનો અમલ ચાલુ વર્ષ 2018થી જ થશે. આ ઉપરાંત જે સ્કૂલ સંસ્થાએ એડવાન્સ ફી ઉઘરાવી છે તેમને વાલીઓને વધારાની ફી પરત કરવી પડશે.

જો શાળાઓ ફી પરત કરવા માટેની કાયદાની જોગવાઈનો ભંગ કરશે તો તેમને બમણી ફી પરત કરવી પડશે. શાળાએ આદેશના પંદર દિવસમાં ફી પરત કરવાની રહેશે, જો વિલંબ કરશે તો એક ટકા વ્યાજ ચુકવવુ પડશે. વાલીઓની ફરિયાદ બાદ, કમિટીને સુઓમોટો નિર્ણય લેવાની સત્તા રહેશે. જો કે, શાળાઓને રજૂઆતની તક આપવામાં આવશે.

જો કોઇ શાળા આ કાયદાનો ભંગ કરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. જેમ કે, જો કોઈ શાળા પ્રથમ વાર આ કાયદાનો ભંગ કરશે તો તેમને રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓ દ્વારા બીજી વાર કાયદાનો ભંગ કરવામાં આવશે તો તેમને રૂ. 5 લાખથી લઈને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો, ત્રીજી વાર શાળાઓ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવશે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે અથવા તો તેમને મળેલુ નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ રદ કરવામાં આવશે.

જો કે, સ્વતંત્ર રીતે ચાલતા પ્લેગૃપ, પ્રિ-પ્રાયમરી સ્કુલ, અનાથ કે ગરીબ બાળકો માટે ચાલતી શાળાઓનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ, શાળાઓમાં ચાલતા પ્લેગૃપ, પ્રિ-પ્રાયમરી સ્કુલ, જુનિયર કે સિનિયર કેજીમાં આ કાયદો લાગુ પડશે.
First published:

Tags: Primary School, School, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, સજા

આગામી સમાચાર