Home /News /gujarat /રાજસ્થાનઃ સ્કૂલ બેગમાં વિસ્ફોટ, એક બાળકીના હાથનો પંજો હાથથી અલગ, ત્રણ ઘાયલ

રાજસ્થાનઃ સ્કૂલ બેગમાં વિસ્ફોટ, એક બાળકીના હાથનો પંજો હાથથી અલગ, ત્રણ ઘાયલ

રાજસ્થાનના ડૌસા જિલ્લામાં સ્કૂલથી ઘરે પરત આવતી વખતે એક બાળકીના બેગમાં શુક્રવારે બપોરના સમયે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બાળકી સહિત ત્રણ ઇજાગ્રસ્ત પામ્યા છે.

રાજસ્થાનના ડૌસા જિલ્લામાં સ્કૂલથી ઘરે પરત આવતી વખતે એક બાળકીના બેગમાં શુક્રવારે બપોરના સમયે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બાળકી સહિત ત્રણ ઇજાગ્રસ્ત પામ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
    રાજસ્થાન# રાજસ્થાનના ડૌસા જિલ્લામાં સ્કૂલથી ઘરે પરત આવતી વખતે એક બાળકીની બેગમાં શુક્રવારે બપોરના સમયે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બાળકી સહિત ત્રણ ઇજાગ્રસ્ત પામ્યા છે.

    03

    ઘટના જિલ્લાના ગુઢાકટલા ગામની છે. જ્યાં ધોરણ-3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભારતીના બેગમાં સ્કૂલથી ઘરે પરત આવતી વખતે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે, બાળકીના હાથનો પંજો હાથથી અલગ પડી ગયો હતો. આ ઘટનામાં તેણીની સાથે વધુ બે બાળકો પણ ઇજાગ્રસ્ત પામ્યા છે. ચહેરા, માથાના ભાગમાં અને શરીરના અન્ય અંગો પર વિસ્ફોટ ના બાદ ગંભીર ઇજાઓ પહોંચી છે.

    02

    પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકીને સ્કૂલથી ઘરના માર્ગમાં એક બોલ જેવી વસ્તુ મળી હતી, જેને લઇને જિજ્ઞશા થતા તેણીએ તેને લઇને પોતાના બેગમાં મૂકી દીધુ હતુ અને ત્યારબાદ થોડી જ ક્ષણમાં બેગમાં વિસ્ફોટ થયો હતો.

    આ દૂર્ઘટના બન્યા બાદ બાળકીના પરિવારજનો તરત જ બાળકીને લઇને ડૌસા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ ભારતીની હાલતને જોતા તેણીને તરત જ જયપુર ખાતે રીફર કરી હતી. હાલ બે અન્ય બાળકોની સારવાર ડૌસા હોસ્પિટલ ખાતે થઇ રહી છે. જ્યારે ભારતીને ગંભીર હાલતમાં ડૌસાથી જયપુર રીફર કરવામાં આવી છે.
    First published:

    Tags: ઘાયલ, બાળકી, રાજસ્થાન, વિસ્ફોટ

    विज्ञापन