Home /News /gujarat /

સુપ્રીમ કોર્ટનો રાહુલ, કેજરીવાલ અને સ્વામીને ઝટકો, માનહાનિ કેસમાં જેલની સજા રદ નહીં થાય

સુપ્રીમ કોર્ટનો રાહુલ, કેજરીવાલ અને સ્વામીને ઝટકો, માનહાનિ કેસમાં જેલની સજા રદ નહીં થાય

#સુપ્રીમ કોર્ટે માનહાનિના મુદ્દે સજા મામલે કાયદાને સમર્થન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, માનહાનિના કેસમાં જેલની સજાની જોગવાઇ યથાવત રહેશે. ગુનાહિત માનહાનિ માટે નિયત કરાયેલ કલમ 499 અને કલમ 500 રદ નહીં થાય. આ કલમમાં 2 વર્ષની સજા સુધીની જોગવાઇ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે માનહાનિના મુદ્દે સજા મામલે કાયદાને સમર્થન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, માનહાનિના કેસમાં જેલની સજાની જોગવાઇ યથાવત રહેશે. ગુનાહિત માનહાનિ માટે નિયત કરાયેલ કલમ 499 અને કલમ 500 રદ નહીં થાય. આ કલમમાં 2 વર્ષની સજા સુધીની જોગવાઇ છે.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સુબ્રમણ્યમ સ્વામી અને અન્યની અરજીઓનો નિકાલ કરતાં કહ્યું કે, માનહાનિના મામલે જારી કરાયેલા સમન્સ મામલે હાઇકોર્ટમાં જવાનું અરજદાર પર નિર્ભર કરે છે. આઠ સપ્તાહની અંદર હાઇકોર્ટ જવા સુધી વચગાળાની રાહત રહેશે અને નીચલી અદાલત સમક્ષ ફોજદારી કાર્યવાહી સ્થગિત રહેશે.

કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું છે કે, માનહાનિ કેસમાં સજાની જોગવાઇ યથાવત રહેશે. હવે મોટા ગજાના આ ત્રણ નેતાઓને પોતાની વિરૂધ્ધ ચાલી રહેલા માનહાનિના કેસ વિવિધ કોર્ટમાં લડવા પડશે અને પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે.

આપ નેતા આશુતોષે કહ્યું કે, આમાં આંચકારૂપ કોઇ બાબત નથી. અમે માનતા હતા કે સુપ્રીમ કોર્ટનો આદેશ સુધારાવાદી હશે. વ્હીસલ બ્લોઅરોને ભીંસમાં લેવા માટે ભ્રષ્ટાચારી આનો ફાયદો ઉઠાવે છે. જો આનું ડિક્રિમિલાઇઝેશન કરવામાં આવે તો સારૂ હોત.

આ સાથે કોર્ટે દેશભરના મેજીસ્ટ્રેટને પણ સુચના આપી છે કે અંગત માનહાનિના કેસમાં સમન્સ જારી કરતા વખતે સાવધાની રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના વકીલ કપિલ સિબ્બલે જ્યારે કહ્યું કે, કોંગ્રેસ નેતાને 19 જુલાઇએ હાજર થવાનું છે તો કોર્ટે કહ્યું કે સુરક્ષા અંગેની એમની અરજી જુલાઇમાં સાંભળવામાં આવશે.
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, કેસ, માનહાનિ, રાહુલ ગાંધી, સજા, સુપ્રીમ કોર્ટ

આગામી સમાચાર