Home /News /gujarat /ગુજરાત ચૂંટણીનું શેરબજાર કન્નેકશન : જો ભાજપ જીતશે તો બજારમાં બૂમ !

ગુજરાત ચૂંટણીનું શેરબજાર કન્નેકશન : જો ભાજપ જીતશે તો બજારમાં બૂમ !

ગુજરાત ચૂંટણી લઈને દેશભરમાં ગરમાવો છે ત્યારે શેરબજારને તેની હવા ના લાગે તેવું કઈ રીતે બની શકે. બે તબક્કામાં મતદાન પછી 18 ડિસેમ્બરે ચૂંટણી આવશે ત્યારે તેની અસર શેરબજાર પર જોવા મળશે તેમાં કોઈ બેમત નથી !

ગુજરાત ચૂંટણી લઈને દેશભરમાં ગરમાવો છે ત્યારે શેરબજારને તેની હવા ના લાગે તેવું કઈ રીતે બની શકે. બે તબક્કામાં મતદાન પછી 18 ડિસેમ્બરે ચૂંટણી આવશે ત્યારે તેની અસર શેરબજાર પર જોવા મળશે તેમાં કોઈ બેમત નથી !

અમદાવાદ: ગુજરાત ચૂંટણી લઈને દેશભરમાં ગરમાવો છે ત્યારે શેરબજારને તેની હવા ના લાગે તેવું કઈ રીતે બની શકે. બે તબક્કામાં મતદાન પછી 18 ડિસેમ્બરે ચૂંટણી આવશે ત્યારે તેની અસર શેરબજાર પર જોવા મળશે તેમાં કોઈ બેમત નથી ! બજાર નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીના હિસાબ થી ગુજરાતના પરિણામો અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં વ્યાપાર કરનારી કંપનીઓ ના શેર જબરદસ્ત રીટર્ન આપે  છે.
ચૂંટણી ની બજાર પાર શું અસર થશે ?
માર્કેટ એક્સપર્ટ માને છે કે, બજાર ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ની જીત થાય તેવી અપેક્ષા રાખી રહ્યું છે. પરિણામ જો ભાજપના પક્ષમાં આવશે તો માર્કેટમાં રેકોર્ડ તોડ તેજીનો માહોલ આવશે। જોકે, અંતિમ પરિણામ આવતા સુધી માર્કેટ દબાણ હેઠળ રહેશે। તાજેતરમાં રિસર્ચ ફર્મ નોમુરા એ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, જો સત્તાધીશ પાર્ટી ચૂંટણી હારશે તો બજાર ઉપર નકારાત્મક અસર થશે. કારણકે, રાજનૈતિક સ્થિરતા અને આર્થિક સુધારાને લઇ ને સરકારે જે પગલાંઓ લીધા છે તેની પણ માર્કેટ પર અસર થાય છે.
ગુજરાત ચૂંટણી અને શેરબજાર અંગે એક્યુએમ કેપિટલના રાજેશ અગ્રવાલનું કહેવું છે કે, રાજ્યની ચૂંટણીના મામલે જો કોઈ નકારાત્મક સમાચાર પણ આવે તો પણ તેની પાર નેગેટિવ અસર થાય છે. શેરબજાર માં લિસ્ટેડ થયેલી મોટાભાગ ની કંપની એક યા બીજી રીતે ગુજરાત સાથે જોડાયેલી છે. જોકે, ચૂંટણીમાં ભાજપની જીત ને લઈને ટ્રેડર્સ માં ભારે વિશ્વાસ પ્રવર્તે છે.
કોર્પોરેટ સ્કેન ડોટ કોમના સીઈઓ વિવેક મિત્તલ જણાવે છે કે, ગુજરાત ચૂંટણી આ વર્ષની સૌથી મોટું પોલિટિકલ ડેવલપમેન્ટ છે, જે માર્કેટને નવી દિશા આપી શકે તેમ છે. અગર ભાજપ અહીં જીતશે તો માર્કેટ માટે હકારાત્મક સેન્ટિમેન્ટ્સ રહેશે. પરંતુ જ્યાં સુધી આ અંગે સ્પષ્ટતા નહિ થાય ત્યાં સુંધી માર્કેટ ભારે દબાણમાં રહેશે। જો પરિણામ સત્તા વિરુદ્ધ આવશે તો માર્કેટમાં મોટો કડાકો પણ આવી શકે છે.
ઇકોનોમિક્સ રિસર્ચ ના સંસ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર જી.ચોક્કલિંગમનું કહેવું છે કે, ચૂંટણીના પરિણામો સુધી શેરબજાર ની તેજી પર બ્રેક લાગેલી રહેશે। શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે પણ મોદીની જીત અત્યંત જરૂરી બને છે.

ગુજરાતની આ કંપનીઓ આપે છે મોટું રીટર્ન :

જીએમડીસી આપે છે 62 રીટર્ન :
માઇનિંગ અને મિનરલ્સ નું પ્રોસેસ કરતી "ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ",  દેશમાં લિગનાઈટ વેચતી દેશની સહુથી મોટી કંપની છે. આ કંપની લિગનાઈટ, બૉક્સસાઇટ અને મૅન્ગેનીઝનું ઉત્પાદન કરે છે. આ કંપની પાવર ઉત્પાદનનું પણ કાર્ય કરે છે. જીએમડીસી નો નફો 324 કરોડ, જયારે આવક 1582 કરોડ જેટલી થવા જાય છે.

અરવિંદ લિમિટેડે આપ્યું 24 ટકા રીટર્ન
અરવિંદ લિમિટેડ ભારતની સૌથી મોટી ટેક્સટાઇલ કંપની છે. એરો, ફ્લાયિંગ મશીન અને યુએસપીએ કંપનીની મશહૂર બ્રાન્ડ્સ છે. આ સિવાય ન્યૂપોર્ટ, મેગામાર્ટ અને ઘી અરવિંદ સ્ટોર્સ પણ જાણીતી બ્રાન્ડ છે. 2017 માં અરવિંદનો નફો 318 કરોડ જયારે આવક 9236 કરોડ રૂપિયા હતી

ગુજરાત ગેસે આપ્યું 56 ટકા રીટર્ન
ગુજરાત ગેસ દેશની સૌથી મોટી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે. ગુજરાતના 22 જિલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં તેનું નેટવર્ક છે. આ કંપની મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ગેસ ડિસ્ટ્રીબ્યુશનનો કારોબાર કરે છે. કંપનીનો વાર્ષિક નફામાં 41 ટકા વધારો જોવા મળ્યો છે. 2017 માં ગૅસનો નફો 220 કરોડ રૂપિયા રહ્યો હતો, જયારે આવક 5238 કરોડ રૂપિયા રહી હતી.
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन