વિભુ પટેલ, અમદાવાદ : ચંદ્રયાન-2 મિશનના કારણે લોકો વિજ્ઞાનમાં પણ રસ લેતા થયા છે અને વિજ્ઞાન વિશે જાણવા ઉત્સુકતા વધી રહી છે. ચંદ્રયાન-2 મિશનમાં અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરની પણ મહત્વની ભૂમિકા હતી. આ પ્રસંગે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરની રસપ્રદ માહિતી આપી રહ્યા છીએ.
અમદાવાદ પોલીટેકનીક કોલેજમા સૌ પ્રથમ ઈલોટ્રોનિક સિસ્ટમ ડિવિઝન સેન્ટર હતુ. જેમા 5 થી 7 નો સ્ટાફ કામ કરતો હતો. એટલે કે અમદાવાદમા સ્પેસ એપ્લિકેશન સેન્ટર શરુ થયુ તેની પહેલા અમદાવાદના અલગ અલગ સેન્ટર હતા. આ પછી1967માં સ્પેસ એપ્લિકેશન સેન્ટરની શરુઆત કરવામાં આવી હતી. 1972-73ના ઈલોટ્રોનિક સિસ્ટમ ડિવિઝનને સ્પેસ એપ્લિકેશન સેન્ટરમા ખસેડવામાં આવ્યુ. અમદાવાદમાં ઈસરોના સેન્ટરને સ્પેસ એપ્લિકેશન સેન્ટર નામ આપ્યુ છે. પ્રોફેસર સતિષ ધવને ઈસરોનુ હેડક્વાર્ટર અમદાવાદના બદલે બેંગલોર કરવા માટેની વિનંતી કરી હતી. જેના કારણે ઈસરોનુ હેડક્વાર્ટર બેંગલોર કરવામાં આવ્યુ હતુ. ઈસરોના પહેલા બે સેન્ટર સ્થપવામાં આવ્યા હતા. એક ત્રિવેન્દ્નમ ખાતે અને બીજુ અમદાવાદમા હતુ.
ઈસરોના અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ એન્જીનિયર ચિંતન ભટ્ટે જણાવ્યુ હતુ કે ઈસરોની સ્થાપના થઇ તે પહેલા ઈસરોનુ મુળ શોધવા જાવ તો અમદાવાદમાંથી નિકળે છે. ઈલોટ્રોનિક સિસ્ટમ ડિવિઝન 5 થી 7 લોકોથી શરુ થયુ હતુ અને ત્યાબાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમા શરુઆતમા 50 લોકોનો સ્ટાફ હતો. આજે અમદાવાદ ઈસરોના કેમ્પસમા 2 હજારથી વધુનો સ્ટાફ છે. ઈસરો 100 ઈન્ડસ્ટ્રીઝ સપોર્ટ કરે છે અને ઈસરો ઉદ્યોગોને પણ સપોર્ટ કરે છે.
પૂર્વ વૈજ્ઞાનિક એન્જીનિયર એસ.એફ કમલેષ ઉદાસીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું મહત્વનુ યોગદાન છે. સેટેલાઈટના પેલોડ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમા તૈયાર થાય છે. લોન્ચ વ્હિકલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ત્રિવેન્દ્રમમા બને છે અને સંકલન શ્રી હરી કોટામાં કરવામાં આવે છે. બીજા સેન્ટર ઉપરથી સેટેલાઈટ પર ધ્યાન રાખવામાં આવે છે. અલગ અલગ સેન્ટરની અલગ અલગ જવાબદારી હોય છે.વિક્રમ સારાભાઈનુ સપનું હતુ કે ટેકનોલોજી ઉપયોગ છેવાડાના માનવીના વિકાસ માટે થવો જોઈએ અને આજે સેટેલાઈટના કારણે ટેકનોલોજીનો ઘણો વિકાસ થયો છે. સેટેલાઈટના કારણે ઘરે ઘરે ટીવી છે દેશ અને દુનિયાની માહિતી પહોચાડી શકીએ છીએ.