Home /News /gujarat /

કેન્દ્ર પાસે ગુજરાતે સર્વ શિક્ષા અભિયાન માટે રૂ. 2936.58 કરોડ માગ્યા, મળ્યા માત્ર રૂ. 451.96 કરોડ

ગાંધીનગરઃ રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી અન્યાયની ઘટના હજુ પણ ચાલુ છે. રાજ્ય સરકારની જરુરીયાત અને માંગણી મુજબ કેન્દ્ર સરકાર તરફથી કેરોસીનનો જથ્થો ન મળ્યો તો સાથે જ સર્વશિક્ષા અભિયાનની ગ્રાંટ પણ ન મળી. વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકારે આ બાબત સ્વીકારી હતી. કેન્દ્ર તરફથી રાજ્યને કેરોસીનના જથ્થા માટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના જવાબમાં અપાયેલી માહિતી મુજબ રાજ્યની જરુરીયાત સામે વર્ષ 2014 માં કેન્દ્ર તરફથી 3.29 કરોડ લિટર જ્યારે વર્ષ 2015 માં 7.35 કરોડ લિટર ઓછો જથ્થો રાજ્યને ફાળવાયો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

વર્ષ 2014માં રાજ્યની કેરોસીનની જરુરીયાત 70.63 કરોડ લિટરની સામે કેન્દ્ર તરફથી 67.34 કરોડ લિટર જથ્થો ફળવાયો હતો. વર્ષ 2015 માં 73.22 કરોડ લિટરની સામે 65.77 કરોડ લિટરનો જથ્થો ફળવાયો હતો.

આવી જ હાલત સર્વશિક્ષા અભિયાનની છે. રાજ્યએ કેન્દ્ર સમક્ષ વર્ષ 2014-15 માં રુ. 2733.68 કરોડની માગ સામે રુ. 784.75 કરોડની ફાળવણી થઇ હતી એટલેકે રુ. 1948.91 કરોડ ઓછા મળ્યા હતા. વર્ષ 2015 માં રુ. 2936.58 કરોડની માગ સામે રુ. 451.96 કરોડની ફાળવણી થઇ એટલે કે રુ. 2484.62 કરોડ ઓછા મળ્યા હતા.
First published:

Tags: આનંદીબહેન, કેન્દ્ર સરકાર, ગુજરાત, મોદી સરકાર, રાજકારણ

આગામી સમાચાર