Home /News /gujarat /

પાકિસ્તાનનો નવો દાવ, સિંધુ જળ કરાર મામલે 56 દેશોને લખ્યો પત્ર

પાકિસ્તાનનો નવો દાવ, સિંધુ જળ કરાર મામલે 56 દેશોને લખ્યો પત્ર

#ઉરી હુમલા બાદ ભારતના કડક વલણને પગલે પાકિસ્તાનને નવો પેંતરો અપનાવ્યો છે. ભારત સરકારના કડક વલણને પગલે હવે પાકિસ્તાન સ્ટેન્ડ બાયની સ્થિતિમાં આવી ગયું છે અને છેવટે ઇસ્લામિક દેશો સામે મદદ માટે હાથ લંબાવ્યો છે. સાથોસાથ સિંધુ જળ કરાર મુદ્દે મોદી સરકારની ચાલથી પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ઉરી હુમલા બાદ ભારતના કડક વલણને પગલે પાકિસ્તાનને નવો પેંતરો અપનાવ્યો છે. ભારત સરકારના કડક વલણને પગલે હવે પાકિસ્તાન સ્ટેન્ડ બાયની સ્થિતિમાં આવી ગયું છે અને છેવટે ઇસ્લામિક દેશો સામે મદદ માટે હાથ લંબાવ્યો છે. સાથોસાથ સિંધુ જળ કરાર મુદ્દે મોદી સરકારની ચાલથી પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે.

પાકિસ્તાની વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અજીજે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રી(oic), હ્યુમન રાઇટ કાઉન્સિલ ઓફ યુનાઇટેડ નેશન્સ અને બીજી સંસ્થાઓને કાશ્મીર મામલે દખલગીરી કરવા માટે હાથ લંબાવ્યો છે. સરતાજે 56 દેશોને પત્ર લખીને કાશ્મીર મામલે દખલ કરવા કહ્યું છે.

સરતાજ અજીજે આજે સિંધુ જળ કરાર અંગે મોદી સરકારના વલણ અંગે પોતાની પ્રતિક્રિયા આપી. સરતાજે કહ્યું કે, પાકિસ્તાન અને ભારત આ સંધિને માનવા માટે બંધાયેલા છે. ભારત પોતાની રીતે ના તો આ સંધિને તોડી શકે છે કે ના તો પાણી રોકી શકે છે. જો એવું થશે તો અમે આંતર રાષ્ટ્રીય કોર્ટમાં જઇશું.

વડાપ્રધાન મોદીએ ગઇ કાલે 56 વર્ષ જુના આ કરારની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, લોહી અને પાણી બંને સાથે ન વહી શકે. જેનો સીધો અર્થ એ જોવાઇ રહ્યો છે કે સિંધુ જળ કરાર અંગે કંઇ પણ થઇ શકે એમ છે.
First published:

Tags: જમ્મુ કાશ્મીર વિવાદ, પાકિસ્તાન, ભારત, સિંધુ જળ કરાર

આગામી સમાચાર