નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યુ છે.
આ પ્રોજેકટને 31 ઓક્ટોબર 2018 પહેલા પૂર્ણ કરવાના હેતુથી દિવસ રાત કામ ચાલી રહ્યુ છે. ત્યારે આ કામગીરી સમયે ઝારખંડથી કામ
કરવા આવેલા એક કામદારનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત થયુ હતુ.
આ સમયે અન્ય કામદારોએ માગ કરી હતી કે, મજૂરના મૃતદેહને તે જ્યાં રહે છે ત્યાં મોકલવામાં આવે,, પરંતુ એલ એન્ડ ટી કંપની દ્વારા તેનો મૃતદેહ વડોદરા ખાતે મોકલવામાં આવ્યો. જેના વિરોધમાં સાઈટ પર તમામ કામદારો હડતાળ પર ઉતર્યા છે અને કામ બંધ કરી દીધુ છે. ત્યારે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે કામદારોએ માગ કરી છે કે, તેમની માગ નહીં સંતોષાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ બંધ રાખવામાં આવશે.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું ડ્રિમ પ્રોજેકટ સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહી છે અને જે 31 ઓક્ટોમ્બર 2018ના રોજ પ્રોજેકટ પૂર્ણ કરવાનું હોઈ ત્યારે આ સ્ટેચ્યુનું કામ દિવસ રાત ચાલી રહ્યું છે અને જેમાં હજારો સંખ્યામાં કામદારો કામ કરે છે.
ત્યારે આજે આ સ્ટેચ્યુ ની બાજુમાં બનીરહેલ બ્રીઝ પર એક ઘટના ઘટી કે ઝારખંડમાંથી આવેલ એક કામદારનું કામકરતી વેરાએ ઉપરથી પટકાતા મોત થયું અને જે બાબતે કામદારો દ્વારા આ કામદારના મૃતદેહને તેમની કોલોની ખાતે લાવવામાં આવે એવી માગ કરી હતી પરંતુ એલ & ટી દ્વારા આ કામદારના મૃતદેહને વડોદરા ખાતે મોકલી દેતા હોબાળો મચ્યો હતો, ત્યારે તમામ સ્ટેચ્યુ પર કામદારો એ કામબંધ કરી દેતા નિગમ અને પોલીસ ડોળતી થઈ ગઈ હતી અને આ કામદારો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.
જોકે હાલ તો પોલીસ દ્વારા મરનાર કામદાર ના મૃતદેહ ને તેમની કોલોની ખાતે લાવવાની હય્યાધરના આપતા મામલો થાળે પડ્યો છે પરંતુ સ્ટેચ્યુ પર કામ કરતા તમામ કામદારો ની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું કામ બંધ રાખવાની ચીમકી આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર