Home /News /gujarat /

'...બુતપરસ્તીની ગંધ આવે તેવા સ્મારકો ઉભા કરવાના જે પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મને ભારે અણગમો છે'

'...બુતપરસ્તીની ગંધ આવે તેવા સ્મારકો ઉભા કરવાના જે પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મને ભારે અણગમો છે'

31મી ઓક્ટોબરે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ અને તેના પૂર્વે સરકાર દ્વારા 'એકતા યાત્રા'ના જે નાટકો શરુ થયા છે, તે ખરેખર આ ‘અછતગ્રત’ રાજ્ય માટે દુઃખદ છે.

31મી ઓક્ટોબરે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ અને તેના પૂર્વે સરકાર દ્વારા 'એકતા યાત્રા'ના જે નાટકો શરુ થયા છે, તે ખરેખર આ ‘અછતગ્રત’ રાજ્ય માટે દુઃખદ છે.

  સંજય કચોટ, ન્યૂઝ18 ગુજરાતી : સરદાર વલ્લભભાઈ પટેલ : એ અદનો અને આખાબોલો આદમી જો આજે આ તાયફાઓ જોતો હોત તો આઘાતથી મરી જાત, એટલું તો ચોક્કસ ! 31મી ઓક્ટોબરે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ અને તેના પૂર્વે સરકાર દ્વારા 'એકતા યાત્રા'ના જે નાટકો શરુ થયા છે, તે ખરેખર આ ‘અછતગ્રત’ રાજ્ય માટે દુઃખદ છે.

  આ શબ્દો વાંચીને લોકો ગાળો ભાંડશે, સરદાર-દેશ વિરોધી ગણાવી દેશે અને એવું પણ કહી દેશે કે આ મીડિયાવાળાઓથી રાજ્યમાં આવડું મોટું વિશ્વવિખ્યાત સ્મારક બની રહ્યું છે, તે જોયું નથી જતું.

  ના, એવું જરાય નથી. સરદાર અને ગાંધી દેશના પનોતા પુત્રો છે. દેશ માટે તેમણે કરેલા કાર્યો માટે દેશ તેમનો સદાય ઋણી રહેશે, તેમાં બેમત નથી. પરંતુ આ મહાનુભાવોના નામે જે આખલાઓ ચરી ખાય છે તે કોઈ સરદારપ્રેમી વ્યક્તિ કઈ રીતે સાંખી શકે?

  લગભગ રૂ.3000 કરોડના ખર્ચે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું આ 182 મીટર ઊંચું પૂતળું બન્યું છે. આ સ્થળની આસપાસના આદિવાસોની જમીનો, પર્યાવરણના મુદ્દાઓ અને નિષ્કાસિત લોકોના પ્રશ્નો તો યથાવત છે જ! એટલું જ નહિ, આ સ્મારક જોવા માટે બસ ટિકિટ, એન્ટ્રી ટિકિટ અને વ્યૂઇંગ ગેલેરી- આ ત્રણેયનો ખર્ચ ઉમેરીએ તો લગભગ વ્યક્તિદીઠ ખર્ચ આશરે રૂ. 500 સુધી પહોંચે. સાદી ભાષામાં કહીયે, તો આને 'ખાતર ઉપર દીવો' કર્યો કહેવાય!

  આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો આદિવાસીઓ કરશે વિરોધ, એક્તા યાત્રામાં પાંખી હાજરીથી BJP ચિંતિત

  આ સરકાર અને સમગ્ર પ્રોજેક્ટના સ્વપ્નદ્રસ્તા એ બાબત તો સુપેરે જાણતા જ હશે કે, સરદાર જયારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસે અંગત મૂડી પેટે રોકડા માત્ર રૂ 262 હતા. આ ઉપરાંત, સરદાર પાસે સચવાયેલા કોંગ્રેસના રૂ. 35 લાખ હતા. જે તેમની પુત્રી મણીબેને તત્કાલીન વડાપ્રધાન નેહરુને તુરત જ પરત કરી દીધેલા. હા, એ વાત અલગ છે કે, માત્ર "થેન્ક યુ' કહીને સરદાર પછી તેમના પરિવારની શું સ્થિતિ થશે? - તેની દરકાર કે પૃચ્છા વગર જ આ તમામ પૈસા નહેરુએ સ્વીકારી લીધેલા (આ મુદ્દે રાજનીતિ થઇ શકે !)

  31 ઓક્ટોબરે આ સ્ટેચ્યૂના લોકાર્પણની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે; ત્યારે કોઈએ એ બાબત જાણવા સુદ્ધા પ્રયાસ કર્યો કે, સ્વયં સરદાર પટેલનો પૂતળાંઓ અને સ્મારકોના મામલે શો મત હતો?

  આ અંગે સરદારનો અભિપ્રાય બહુ સ્પષ્ટ હતો, તેવું જણાવતા વરિષ્ઠ સંપાદક અને 'સેન્ટર ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઓન લાઈફ એન્ડ વર્કસ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ', વલ્લભ વિદ્યાનગર, આણંદના પૂર્વ નિયામક ડૉ.હરિ દેસાઈ જણાવે છે કે, "આ માટે 14મી ફેબ્રુઆરી, 1948નો 'હરિજન બંધુ'માં લખાયેલો સરદાર પટેલનો લેખ વાંચી જાવ."

  ગાંધીજીના અવસાન બાદના માત્ર બે અઠવાડિયા બાદના 'હરિજન બંધુ'ના આ અંકમાં સરદાર પટેલ "શોક તજો, હવે કામે વળગો" શીર્ષક હેઠળ લખાયેલા લેખમાં સ્પષ્ટ કરે છે કે, "....ગાંધીના નામે મંદિરો ઉભા કરવાના અને બુતપરસ્તીની ગંધ આવે તેવા તેમના બીજા સ્મારકો ઉભા કરવાના જે અનેક પ્રયાસો થઇ રહ્યા છે તેના પ્રત્યે મને ભારે અણગમો છે"

  સરદાર પટેલના આ શબ્દો બધું જ કહી જાય છે. જે વ્યક્તિ સ્વયં બુતપરસ્તીનો વિરોધી હોય તેના નામે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરીં અને નિર્દોષ લોકોની જમીનો આંચકીને જે પૂતળાંઓ ઉભા કરાયા છે, તે કોનું ભલું અને વિકાસ કરશે- તે પ્રજાએ વિચારવું રહયું!
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Kevadiya, Narmada, Sardar Patel, Sardar Sarovar Dam, Statue of unity

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन